ભાવનગર જિલ્લામાંની પાલીતાણા પોસ્ટ ઓફિસમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે… જ્યાં પોસ્ટ વિભાગના એક કર્મચારી દ્વારા ખાતેદારોના નાણાંની ઉચાપત અને છેતરપિંડી કરવામાં આવી છે. સરકારી નોકરીની જવાબદારી વચ્ચે, એક પોસ્ટલ આસિસ્ટન્ટે વર્ષો સુધી ખાતેદારોને જ છેતરી રહીયો હતો જે ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાતાકીય તપાસમાં સામે આવ્યું છે કે તત્કાલિન પોસ્ટલ આસિસ્ટન્ટે બનાવટી સહી કરીને અને પોતાના સિસ્ટમ આઈડીનો ઉપયોગ કરીને ખાતેદારોના લાખો રૂપિયાની ઉચાપત કરી હતી.
ભાવનગર જિલ્લાના પાલીતાણા પોસ્ટ વિભાગમાં આ છેતરપિંડીના કિસ્સાનો ભંડાફોડ ત્યારે થયો, જ્યારે પોસ્ટ વિભાગની ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસમાં ખુલ્યું કે રામદાસ મણીરામ કાપડી, જેઓ 2015થી 2019 વચ્ચે પાલીતાણા પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા,
તેમણે ત્રણ ખાતેદારો —ચેતનભાઈ દવે, હિતેષભાઈ દવે અને નમ્રતાબેન દવે ના એમઆઈએસ ખાતાઓમાંથી લાખો રૂપિયાની રકમ ગેરરીતે ઉપાડી લીધી હતી.
વર્ષ 2015 થી 2019 દરમિયાન આરોપી રામદાસ મણીરામ કાપડી પાલીતાણા પોસ્ટ ઓફિસ / કોળિયાક સબ પોસ્ટ ઓફિસ થી રૂપિયા 14,86,346 ની ઉચાપત કરી હતી “તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ખાતેદારોની જાણ બહાર, તેમના ખાતામાંથી પાકતી રકમ શીલાબેન વસંતરાય શેઠના ખાતામાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ બનાવટી સહી કરીને તે રકમ પોતાના એકાઉન્ટમાં ઉપાડી લીધી હતી.
તેમજ ફિક્સ ડિપોઝિટ અને અન્ય એકાઉન્ટ્સમાં પણ ગેરકાયદે હેરફેર કરી કુલ મળીને લગભગ પંદર લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.” જેને લઈને વિભાગના સબ ડિવિઝનલ ઈન્સ્પેક્ટર યોગેશભાઈ સ્વામીએ પાલીતાણા ટાઉન પોલીસ મથકે આરોપી રામદાસ કાપડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસએ ગુનો નોંધ્યો છે અને બે દિવસના રિમાન્ડ પર આગળની તપાસ હાથ ધરી છે
અહેવાલ, વિશાલ જાદવ પાલીતાણા
















