સ્વચ્છ ગામના નામે પ્રજાના પરસેવાની કમાણીના પૈસાનો ધુમાડો કરતુ તંત્ર
ઉમરાળા તાલુકામાં ગંદકીને લઈ આરોગ્ય તંત્રનું ભેદી મૌન ભયંકર રોગશાળો ફેલાવાની શક્યતા
ઉમરાળા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ અંતર્ગત સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ ગ્રામ પંચાયતો અને તલાટી કમ મંત્રીઓની મનમાની કારણે ગામડાઓમાં ગંદકીના ગંજ ખડકાયા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે
આરોગ્ય વિભાગનું સૂચક મૌન ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ગંભીર રોગશાળો ફેલાવાની શક્યતા તંત્ર દ્વારા ગામોમાં ‘સ્વચ્છ ગામ ૨૦૨૪- સ્વભાવ સ્વચ્છ,સંસ્કાર સ્વચ્છ” અંતર્ગત ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રા)ના ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે ૨જી ઓકટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવેલ પણ સફાઈના નામે ફોટો સેશન યોજાયા સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કર્યો કચરો કે ગંદકી તો દૂર કરાઈ નથી
સરકાર દ્વારા કરોડો રૂપિયા સ્વચ્છ ગામ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એક વર્ષથી સફાઈ માટે ની ગ્રાન્ટ અપાઈ છે પણ તલાટી કમ મંત્રીઓ અને ગ્રામ પંચાયતની મનમાની ના કારણે ગ્રાન્ડ વપરાતી નથી સરકાર બદનામ થઈ રહી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા