મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં યોજાયો
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ૩૩ મા સ્પર્ધાત્મક યુવક મહોત્સવ ૨૦૨૫ ‘ભાવગુંજન’ની સ્વરવાદ્ય સંગીત સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પાલિતાણા તરફથી TYBA ગુજરાતીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાળા વિજયભાઈએ વાંસળીવાદન કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર કૉલેજ પરિવારનું ગૌરવ વધાર્યું
વિદ્યાર્થી વાળા વિજયભાઈએ વાંસળી વાદન માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. સુનીતા નિમાવત તેમજ સમગ્ર કૉલેજ પરિવાર તરફથી વિદ્યાર્થીને અઢળક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કૉલેજ દ્વારા આ પ્રથમ વખત જ યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં છ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા