ભારત સરકારનનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ૨૦૨૬નું આયોજન નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું.જેમાં અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાઓને પોતાની કલા અને નવીન વિચારોને રજૂ કરવા માટે વિશાળ પ્લેટ ફોર્મ આપવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ચેતન ચૌહાણ દ્વારા સંચાલિત ઓમ કલ્ચરલ ગ્રુપ(સુરત)નાં મિશ્રરાસની કૃતિ ભારત મંડપમ ખાતે યોજાયેલ સ્પર્ધામાં રજૂ કરવામાં આવી હતી.અલગ અલગ રાજ્યોની ૩૬ જેટલી લોકનૃત્યની કૃતિમાં ગુજરાતની મિશ્રરાસ કૃતિએ
સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
આ કૃતિમા ભાવેણાનાં લોક ગાયક હરદેવભાઈ વાળાએ પોતાનો અવાજ આપ્યો છે.તેમજ મૂળ ભાવનગરનાં ઓમ વ્યાસ દ્વારા ઢોલક પર સંગત આપી હતી.સમગ્ર ગ્રુપની સખત મહેનત બાદ ગુજરાતની આ કૃતિને નેશનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મળ્યો એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.















