માનવતા ; A,B ટ્રષ્ટ તાજમામા ગ્રુપ અને ખીમાણી પરિવાર દ્વારા બોટાદમાં મેમણ સમાજના જરૂરિયાત મંદ પરિવારોને વિનામૂલ્યે 31 ફ્લેટોનું લોકાર્પણ થયું.
એબી ટ્રસ્ટના પ્રમુખ તાજમામા સામાજિક અગ્રણી અકબરભાઈ ખીમાણી અગ્રણી બિઝનેસમેન અને દાતા એવા મુન્નાભાઈ વરતેજી અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા ઈરફાનભાઇ ખીમાણી ની હાજરીમાં લોકાર્પણ થયું
ભાવનગરનું A,B ટ્રષ્ટ અને જેનું બેન બિલાલ ભાઈ ખીમાણી પરિવાર ગરીબો માટે મસિહા બન્યું, રૂપિયા હોય તો ક્યાં વપરાય એ આ ટ્રષ્ટ પાસેથી શીખવા જેવું, આ ટ્રષ્ટ અત્યાર સુધીમાં અસંખ્ય જરૂરિયાત લોકોને મદદરૂપ બન્યું છે..
ગુજરાતમા આમ તો અનેક મોટા દાનવીરો છે, જે કરોડો રૂપિયાની મદદ હસતા હસતા કરી છે. જેઓ દાનની સરવાણી વહાવે ત્યારે પૈસા તરફ જોતા નથી.
પરંતું મેમણ સમાજનું A,B ટ્રષ્ટ અને ખીમાણી પરિવાર આ સૌ દાનવીરોમાં સૌથી વધુ પોપ્યુલર છે. બોટાદમાં A.B. મેમણ ટ્રસ્ટ દ્વારા 31 જરૂરિયાતમંદ મેમણ પરિવારોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવ્યા સેવાભાવી સંસ્થા A.B. મેમણ ટ્રસ્ટ, ભાવનગર, જે હંમેશા ગરીબ અને નિરાધાર લોકોની વ્હારે આવે છે, તેમણે આજે બોટાદ માં , જેનું બેન બિલાલભાઈ ખીમાણી મેમણ કોલોની માં આ મકાનોનું વિતરણ કર્યું જરૂરિયાતમંદ અને નિરાધાર મેમન પરિવારોને આવાસનું પ્રદાન.
આ ટ્રસ્ટ દ્વારા બોટાદના સાળંગપુર રોડ પર બે બેડરૂમ, હોલ અને કિચન સાથેના કુલ 31 ફ્લેટ છે. આ ફ્લેટ જરૂરિયાતમંદ મેમણ પરિવારોને આજે આ એબી ટ્રસ્ટના પ્રમુખ જીકર ભાઈ ઉર્ફે તાજમામા ભાવનગરના જાણીતા બિઝનેસમેન અને સેવાભાવી આગેવાન એવા અકબરભાઈ ખીમાણી દાદુભાઇ ખીમાણી અમનભાઈ ખીમાણી તેમજ ઓલ ગુજરાત મુસ્લિમ સમાજના અધ્યક્ષ ઇરફાનભાઇ ખીમાણી ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ અને દાતા એવા મુન્નાભાઈ વરતેજી જાણીતા સમાજ સેવક સબીરભાઈ અસાર્યા ભાવનગરની અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રવુ ફ ભાઈ ક્લાસિક યુનુસભાઇ મુસાણી ગઢડા મેમન સમાજના પ્રમુખ અસરફભાઈ લાખાણી બોટાદ મહેમાન જમાતના પ્રમુખ ઇલિયાસભાઈ મેમણ અશરફભાઈ આવકારવાળા ઇમરાન ભાઈ રાવાણી વારીસ ભાઈ લોહિયા જુનેદભાઈ લોહિયા મુખ્તારભાઈ ગુંદીધરા ડોક્ટર આસિફભાઇ પાંચા આદિલભાઈ દોલા તેમજ સમાજના અગ્રણીઓ અને તાજમામા ગ્રુપના તમામ મેમ્બરોની હાજરીમાં વિનામૂલ્યે પ્લેટો ની ચાવી ફાળવવામાં આવી.A.B. ટ્રસ્ટના જીકરભાઈ લોહિયા (તાજમામા), અકબરભાઈ ખીમાણી અને અમનભાઈ ખીમાણી આ ભગીરથ કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ જસદણ ખાતે આવી જ એક 30 ફ્લેટની આવાસ કોલોનીનું નિર્માણ કરીને અનેક પરિવારોને મદદ કરવામાં આવી છે. આ શરૂઆત સમાજમાં નિરાધાર લોકો માટે આશાનું કિરણ બની રહી છે.