ટાવર ચોક નજીક એક ખાલી પ્લોટ હેઠળ પૌરાણિક અવશેષો હોવાની ખાતરી થયાં બાદ ઉત્તખન્નનો પ્રારંભ
મફતનગર પાસે ઉત્ખનન દરમિયાન અનેકો અવશેષો મળ્યા બાદ હવે કાર્યમાં વેગ
વલભીપુર શહેરમાં આવેલા મફતનગર પાસે ઉત્ખનન દરમિયાન અનેક પૌરાણિક અવશેષો મળ્યા બાદ દિલ્હીથી આવેલા અધિકારી વિવેક અગ્રવાલએ જે તે સમયે જણાવ્યું હતું કે ચોમાસા બાદ અન્ય સાઇટ પર ઉત્ખનન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
તેને અનુલક્ષીને હવે આજે તારીખ 24 નવેમ્બરને સોમવારે વલભીપુર શહેરમાં દરબાર ગઢ નજીક ટાવર ચોકની બાજુમાં મહેશભાઈ અવૈયાનાં પ્લોટમાં વલભી વિદ્યાપીઠનાં અવશેષો શોધવા માટે અધિકારી દ્વારા અવૈયા મહેશભાઈને જણાવવામાં આવ્યું હતું કે જો આપ અમને ઉત્ખનન માટે આપના ખાલી પડેલા પ્લોટમાં ખોદકામ કરવા આપો કેમ કે વલ્લભી વિશ્વ વિદ્યાપીઠના અવશેષો આ જગ્યા પર હોય એવું જણાઈ આવ્યું છે.
ત્યારબાદ વલભીપુરના પાટીદાર સમાજના વ્યક્તિ અધિકારીને જણાવ્યું હતું કે વલભીનો ગૌરવશાળી ઇતિહાસ જો મારા પ્લોટ માં જ હોય તો આપણો 600થી વધુ વારનો પ્લોટ છે તમે બિન્દાસપણે ઉત્ખનન પ્રક્રિયા શરૂ કરો. ત્યારે આજે સોમવારથી અધિકારીઓ અને ટીમ દ્વારા શ્રમિકો મારફત આ ઉત્ખનન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સેંકડો વર્ષો પહેલા વલ્લભીપુર શહેર વણા નગરી તરીકે વિશ્વભરમાં ખ્યાતનામ હતું અને સમુદ્ર અહીં સુધી ઘૂઘવતો હતો. વિશ્વભરમાં અહીંથી વહાણવટા મારફત મસાલા, તેજાના અને હીરા, મોતી, માણેક અને અન્ય ચીજવસ્તુઓ વિદેશમાં નિકાસ થતી હતી.
આ સ્થળનું મહત્વ એ પરથી સમજી શકાય છે કે એ વખતના ગુજરાત (મહારાષ્ટ્ર રાજ્ય સહિત)ની રાજધાની વલ્લભીપુર હતી! હવે જ્યારે વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમાન વડનગર નો ભવ્ય પુરાતન ઇતિહાસ જે રીતે બહાર લાવી શકાયો છે એ જ રીતે પુરાતત્વ વિભાગને વલ્લભીપુર શહેર અને વલ્લભી વિદ્યાપીઠને શોધી કાઢવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે જે અનુસંધાને હાલ આ કાર્ય ચાલી રહ્યું છે.
રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર
















