bhavnagar

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

સુરક્ષા, સુવિધા અને સમયપાલન તરફ સતત પ્રયત્નશીલ : પશ્ચિમ રેલવે
પશ્ચિમ રેલવેનો પ્રયાસ : લેવલ ક્રોસિંગ દૂર કરીને રેલ સુરક્ષા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો

પશ્ચિમ રેલવે પોતાના મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં પશ્ચિમ રેલવેના તમામ 6 મંડળોમાં મોટાભાગના લેવલ ક્રોસિંગ (ઇન્ટરલોક્ડ અને નોન-ઇન્ટરલોક્ડ બંને) બંધ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રેલવે પર લેવલ ક્રોસિંગ બંધ કરવાથી અનેક ફાયદા થાય છે, જેમ કે માર્ગ અને રેલ સુરક્ષામાં વધારો, ટ્રાફિક ભીડમાં ઘટાડો, અકસ્માતોમાં ઘટાડો, ટ્રેનની ઝડપમાં વધારો, સમયપાલનમાં સુધારો તેમજ સમગ્ર રેલ કામગીરીમાં સુગમતા અને કાર્યક્ષમતામાં વધારો.

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધાઓ વધારવા અને રેલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા દિશામાં સતત આગળ વધી રહ્યું છે. મુસાફરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જ્યાં “અમૃત સ્ટેશન સ્કીમ” હેઠળ સ્ટેશનોના પુનર્વિકાસનું કામ થઈ રહ્યું છે, ત્યાં મંડળ પર રેલવે ફાટકોને દૂર કરીને તેમની જગ્યાએ રોડ અન્ડર બ્રિજ (RUB), લિમિટેડ હાઇટ સબ-વે (LHS) અને રોડ ઓવર બ્રિજ (ROB) બનાવવા માટે પણ ઝડપી ગતિએ કામ થઈ રહ્યું છે.

મુસાફરોની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે બોર્ડ દ્વારા ભાવનગર મંડળ પર વિવિધ બાંધકામ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં આશરે રૂ. 350 કરોડ ખર્ચાશે. આ કાર્યોમાં લિમિટેડ હાઇટ સબવે/રોડ અન્ડર બ્રિજ અને અન્ય સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કાર્યોનો સમાવેશ થાય છે.

ભાવનગર મંડળના ઢસા–રાજુલા, રાજુલા–મહુવા, કાનાલુસ–પોરબંદર, જેતલસર–વાંસજાલિયા, રાજકોટ–જેતલસર, સુરેનદ્રનગર–ધોળા અને સાબરમતી–બોટાદ સેકશનોમાં અનેક લેવલ ક્રોસિંગ દૂર કરીને RUBનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં ભાવનગર મંડળમાં 238 લિમિટેડ હાઇટ સબવે/રોડ અન્ડર બ્રિજ ઉપલબ્ધ છે. આ સિવાય 40 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને જલ્દી જ બાંધકામ કાર્ય શરૂ થઈ જશે.

“ફાટક મુકત ગુજરાત” અભિયાન હેઠળ વર્ષ 2025-26 દરમિયાન ભાવનગર મંડળના 11 જિલ્લાઓમાં કુલ 40 નવા લિમિટેડ હાઇટ સબવે/રોડ અન્ડર બ્રિજ બનાવવામાં આવશે. આ નાણાકીય વર્ષ દરમિયાન અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે આ કાર્યો પૂર્ણ કરવામાં આવશે.

આ કાર્યો પૂર્ણ થતા મુસાફરોની યાત્રા વધુ સુરક્ષિત, સુગમ અને સુવિધાજનક બનશે તથા રેલવે કામગીરી પણ નિરાંતે સુનિશ્ચિત થઈ શકશે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 3 જોડી…

1 of 63

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *