પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહેમદે જણાવ્યું હતું કે આ પ્રસંગે 10 કર્મચારીઓએ મહાદેવી વર્મા જીના જીવન પર આધારિત ચર્ચામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ સાથે મહાદેવી વર્મા જીની જીવન યાત્રા પર આધારિત ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાચો જવાબ આપનારને સ્થળ પર ઈનામ આપવામાં આવ્યું હતું. ચર્ચાના વક્તાઓને અધિક ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્માના હસ્તે સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માએ તમામ વક્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્માએ આ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવા બદલ રાજભાષા વિભાગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવા જોઈએ જેથી વધુને વધુ અધિકારીઓ અને કર્મચારીઓને રાજભાષા હિન્દીમાં કામ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે અને પુસ્તક વાંચનમાં દરેકનો રસ વધે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્માના સક્ષમ નેતૃત્વ હેઠળ, રાજભાષા વિભાગ વિવિધ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે. જેના કારણે સમગ્ર ભાવનગર મંડળમાં રાજભાષાના પ્રચાર-પ્રસારમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજભાષા અધિકારી શ્રી રામપ્રીત મૌર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિષ્ઠ અનુવાદક શ્રી પરેશ બી. મજીઠીયા અને સંજીવ કુમાર ઝા, જુનિયર અનુવાદક શ્રી નરપત સિંહે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ અનુવાદક શ્રી પરેશ બી. મજીઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું.