ભાવનગર ના સિહોર ના મઢડા ગામે આવેલ છે ભારત માતા નું મંદિર કે જે ગાંધી જી એ સ્થાપિત કર્યું હતું પરંતુ હાલ ની જો વાત કરીએ તો ભારત માતા ના મંદિર ની સ્થિતી ખંઢેર હાલતમાં છે પ્રજાસત્તાક દિવસ હોય કે પછી ગણતંત્ર દિવસ પરંતુ ભારત માતા ના મંદિર ની દયનીય હાલત બની ગઈ છે 15, મી ઓગસ્ટ હોય કે પછી હોય 26,મી જાન્યુઆરી આ ભારત માતાના મંદિર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવતો નથી સ્થાનિકો નું માનવું છે કે જો આ મંદિર નો ઝીણોધાર થાય તેવી લોકો માં માંગ ઉઠી છે
2 એપ્રિલ 1925 માં મહાત્મા ગાંધીએ ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ના મઢડા ગામે પગપાળા ચાલી ને આવ્યા હતા અને ભારત માતા ના મંદિર ની સ્થપના કરી હતી અસંખ્ય સ્વતંત્ર સેનાનિઓ મંદિર ની સ્થાપનામાં જોડાયા હતા ત્યારબાદ ભારત દેશ આઝાદ થયો તેને વર્ષો વીતી ગયા પરંતુ સિહોર તાલુકા ના મઢડા ગામે આવેલ ભારત માતા ના મંદિર ને આજ દિન સુધી આઝાદી નથી મળી
જ્યાં મંદિર ની સ્થાપના કરવામાં આવી ત્યાં વાણિક શિવજી દેવશીભાઈ શાહ કે જે પોતે પણ સ્વતંત્ર સેનાની હતા પરંતુ તેના પરિવાર ના લોકો દ્વારા કોર્ટ માંથી સ્ટે લવતા ભારત માતાના મંદિર ને તાળા મારી દેવાયા છે આજદીન સુંધી આ મંદિર ના તાળા ખુલ્યા નથી જેને લઈ ગ્રામજનો દ્વારા અવારનવાર રજુઆત કરવા છતાં મંદિર ને અલી ગઢી તાળા જોવા મળી રહિયા છે
આમ તો દેશ ની આઝાદી ને સમગ્ર દેશ માં 15 ઓગષ્ટ હોય કે પછી હોય 26 મી. જાન્યુઆરી સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી થતી હોય છે પરંતુ જે ભારત માતા માટે આપેલા ભારત ના સપૂતો ના બલિદાનો કે દેશ આઝાદ થયો એ ભારત માતા ના મંદિર ની હલાત કફોડી જોવા મળી રહી છે વાત છે સિહોર તાલુકા ના મઢડા ગામે આવેલ ભારત માતા ના મંદિર ની આ મંદિર ની મુલાકાત લેતા મંદિર ની અવદશા જોવા મળી છે
સમગ્ર ગુજરાત માં એક માત્ર ભારત માતા નું મંદિર આવેલ છે જ્યાં ભારત માતા ની મૂર્તિ 5.5 ફૂટ ની છે સાથે 100 વર્ષ જુના અને પુરાતત્વો સાથે જોડાયેલા આ મંદિર ની હલાત કફોડી બની છે સ્થાનિકો દ્વારા અનેકવાર ગ્રામજનોએ રજુઆત કરવા છતાં આજદિન સુધી અહીં કોઈ નેતાઓ ફરકયા નથી તો સાથે મંદિર પરિસર ની અંદર જ્યાં જુવો ત્યાં ઘાસ ઊગી ગયું છે પરંતુ નેતાઓ જ્યા ભાષણ માં ભારત માતા ની જય બોલવા થી ભાષણ ની શરૂઆત કરતા હોય છે
તે નેતાઓ જો મંદિર ની મુલાકાત લે તો ખબર પડે ખરે ખર દેશ આઝાદ થયો પરંતુ ગુજરાત માં આવેલ આ ભારત માતા ને શુ ખરે ખર આઝાદી મળી છે કે કેમ હાલ તો આ મંદિર ની હાલત કફોડી બની જતા ભારત માતા ને પણ આંસુ આવી રહિયા છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા