તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ પર આવેલ ઈરા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા દિકરીઓની પ્રતિષ્ઠા અને સન્માન સંદર્ભે “નારી પ્રતિષ્ઠા” નામનો સુંદર કાર્યક્રમ થવા પામેલ હતો.
પ્રવર્તમાન સમયમાં દિકરીઓની સુરક્ષા અને સલામતીના હેતુસર પાલીતાણા પોલીસ પરીવાર, SHE ટીમ, અભયમ ૧૮૧ ટીમ તેમજ મુખ્ય વક્તાશ્રી ધર્મિષ્ઠાબેન દવે નાં સહયોગ થી ઈરા ઈન્સ્ટિટ્યૂટ, પાલીતાણા દ્વારા દિકરીઓની છેડતી, અસલામતીનો અનુભવ, અજાણ્યા ડર, દુષ્કર્મ, અસામાજિક તત્વો દ્વારા કનડગત, આરોગ્યને લગતી અંગત બાબતો વગેરે સમસ્યાઓનાં સમાધાન અને માર્ગદર્શન માટે ઈરા ઈન્સ્ટિટ્યૂટ માં અભ્યાસ કરતી ધોરણ – ૮ થી ૧૨ ની દિકરીઓ અને તેમની માતાઓ માટે એક ખાસ કાર્યક્રમ “નારી પ્રતિષ્ઠા” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તાશ્રી ધર્મિષ્ઠાબેન દવે (અધ્યક્ષા શ્રી, ભાવનગર જિલ્લા મહિલા મોરચો), SHE ટીમના ઇન્ચાર્જ એ.એસ.આઈ શ્રી, સોલંકી સાહેબ, અભયમ ૧૮૧ ટીમના વૈશાલીબેન તેમજ આરોગ્ય ટીમના આર.વી. કામળીયા બેન દ્વારા દિકરીઓને સુંદર અને સચોટ શૈલીમાં માર્ગદર્શન આપેલ હતું.
ઉપરાંત, ધર્મિષ્ઠાબેન દવે તથા પાલીતાણા પોલીસ પરીવારના મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા દિકરીઓને પ્રશ્નોતરી દ્વારા અંગત રીતે માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. દિકરીઓની સુરક્ષા અને સલામતીની ચિંતા કરી કાર્યક્રમનું આયોજન કરનાર ઈરા ઇન્સ્ટિટ્યૂટ નાં સંચાલકો તથા તમામ સ્ટાફ મિત્રોને અભિનંદન.
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા