ભાવનગર સ્ટેટ યુવરાજ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ની સફળતા ની ચોમેર ચર્ચા..!!
આગામી વર્ષના અધિવેશન ના યજમાન ખુદ જ્યવિર રાજસિંહજી ગોહિલ…
આવતા વર્ષ ના અધિવેશન ના યજમાન ભાવનગર સ્ટેટ બનતા પત્રકારો માં ખુશી નો માહોલ..
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ એક વર્ષમાં તમામ જિલ્લા ના પત્રકારો ને 10 લાખ વીમા કવચ પૂરું પાડવા છેડ્યું અભિયાન..
અગાઉ અધિવેશન માં પત્રકારો ના સન્માન હવે આમંત્રિત શ્રેષ્ઠીઓ ના સન્માન સાથે વીમા અભિયાન..
પત્રકારોના પ્રશ્નો ના ઉકેલની ચર્ચા સાથે પત્રકાર ના પરિવાર ની ચિંતા નું વર્ષ ઉજવવા થયેલી જાહેરાત નો હર્ષોલ્લાસ..
ભાવનગર તા 28 ને રવિવારે ભાવનગર શિવશક્તિ હોલ, ક્રેસન્ટ, સરદાર સ્મૃતિ પાસે એક પછી એક એમ ત્રીજા પત્રકાર અધિવેશન ની મજબૂત સફળતા.ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી વિજયરાજસિંહજી ગોહિલ ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેકટર શ્રી મનીષ કુમાર બંસલ ની હાજરી,આમંત્રિત મહેમાનો ની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ,જિલ્લા,જોન ના હોદ્દેદારો ની હાજરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી.
પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલ આયોજન ની ચોમેર સરાહના સાથે સફળતાની ચર્ચા ને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો,અધિવેશન ને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગર થી ગુજરાતને દિશા આપી..
હવે અધિવેશન માં પત્રકારો ના બદલે સમાજ શ્રેષ્ઠીઓ,દાતાઓ,કે અધિકારીઓ ના સન્માન સાથે ગુજરાત ના 34 જિલ્લા ના પત્રકારો ને પત્રકાર એકતા પરિષદ દ્વારા 10 લાખ વીમા કવચ,સાથે સભ્ય નોંધણી અને ઓળખકાર્ડ સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠન ની એક નવી ઊંચાઈ સર કરવા તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે.


પત્રકારો ના અધિવેશન માં એક વાર આમંત્રિત મહેમાન બનેલા સ્ટેટ યુવરાજ ફરી અધ્યક્ષ સ્થાને બિરાજતા જ આગામી અધિવેશન ભાવનગર નિલમબાગ પેલેસમાં યોજવા યજમાનપદ ની જાહેરાત થતા પત્રકારો ખુશીથી કૂદ્યા અને તાળીઓ થી વધામણા. હવે પછી સમાજ શ્રેષ્ઠીઓ ના સહયોગ થી પત્રકાર ના પરિવારની ચિંતા કરવા 10 લાખ વીમા કવચ પત્રકાર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત નહીં ભાવનગર,બોટાદ કે સ્ટેટ મહિલા વિંગ ના વીમા મેળવી માત્ર વાતો નહીં કામ બોલે છે,પત્રકાર બોલે છે,પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલે પણ હળવાશ ની પળો માં પોતાની વક્તવ્ય સમાજ જીવનની સાચી દાસ્તાન ના દ્રષ્ટાંતો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા,ત્યારે સહજતા કે સરળતા ની જોડી મંચ શોભાવતી હોય તેવો માહોલ બન્યો હતો. શેઠ બ્રધર્સ ના માલિક ગૌરવ શેઠ,ભૂપત ભાઈ શેઠ ,કે કે ગોહિલ, સુમી ટોમો ના પ્રતિનિધિ સહિત,મહેસાણા ના નરસંગ ભાઈ આજીવન વિધાર્થી જેમ ભણ્યાજ કરે છે,જીવનમાં શીખવાનો ખજાનો ખૂટતો નથી.
મહિલા વિંગ દ્વારા યુવરાજ શ્રી નું સન્માન સાથે સંગઠન ના દાદા નું સ્વાગત એક તસવીરની સ્મૃતિ ભેટ સાથે કર્યું હતું.ત્યારે થોડા દિવસમાં દરેક જિલ્લા માં બે બે દિવસના કેમ્પ કરીને વીમા યોજના ના ડોક્યુમેન્ટ મેળવવા તેમજ સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવા કરેલ નિર્ધાર ની પણ જાહેરાત કરી હતી..!!
















