ભાવનગર જિલ્લામાં અતીભારે વરસાદની આગાહી હોય તેમજ ઉમરાળા તાલુકાનો કાળુભાર ડેમ ૧૦૦ ટકા ભરાયેલ હોય તેની નીચેનાં સમાવિષ્ટ ગામો(૧)ઉમરાળા(૨)ભોજાવદર(૩)વાંગધ્રા(૪)હડમતાળા(૫) તરપાળા(૬)રતનપર(૭)ચોગઠ(૮)સમઢીયાળા તેમજ રંઘોળા ડેમ નીચેનાં સમાવિષ્ટ ગામો(૧)રંધોળા (૨)દેવળીયા(૩)લંગાળા(૪) ઝાંઝમેર(૫)પીપરાળી(૬)માલપરા (૭)ધારૂકા(૮)ડંભાળીયા(૯)ચોગઠ સહિતના ગામોએ ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી તેમજ મામલતદાર કચેરીનાં તમામ સ્ટાફ,તાલુકા વિકાસ અઘિકારી ભારતીબેન જોષી ઉમરાળા પોલીસ અધિકારી ભલગરીયા તેમજ પોલીસ સ્ટાફ,માર્ગ અને મકાન પેટા વિભાગ (સ્ટેટ/પંચાયત)નાં અધિકારી,કર્મચારી નાયબ કાર્યપાલક પા.પુ.ગટર વ્યવસ્થા બોર્ડ PGVCL,તાલુકા હેલ્થ ઓફિસર,ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ,ઉમરાળા તાલુકા દ્રારા ઉપરોકત ગામોની સ્થળ મુલાકાત કરવામાં આવેલ તેમજ તમામ ગામનાં ગ્રામજનોની સાથે ભારે વરસાદનાં કારણે તેમજ ડેમ ઓવરફ્લો થવાના કારણે તમામ લોકો પુરતી સાવચેતી રાખે તેમજ સલામતી પુર્વક ગામે રહે નીચાણવાળા વિસ્તારનાં લોકો પુર અને ભારે વરસાદનાં સંજોગો દરમ્યાન નીચાણવાળો વિસ્તાર છોડી ગામમાં નકકી કરેલ પ્રાથમિક શાળાનાં આશ્રય સ્થાનમાં સલામતી પુર્વક સ્થળાંતર થાય તે માટે સમગ્ર ટીમે લોકોને વિગતવાર માહિતી રજૂ કરીને સમજ આપેલ
તેમજ ભારે વરસાદ અને પુરની પરિસ્થિમાં લોકો નદીનાં પટમાં અવર-જવર ન કરે તેમજ જરૂરી નાહોય તો ગ્રામજનો પોતાનો પ્રવાસ ટાળે તેમજ પરીવાર સાથે ગામે રહે તે માટે વિશ્રુત માહિતી આપી લોકોને સમજૂત કરેલ તેમજ ખોટી અફવાનો લોકો ભોગ ન બને તે માટે પણ તમામને માહિતગાર કરવામાં આવેલ
જરૂરીયાતનાં પ્રસંગોએ ઉમરાળા તાલુકા વહિવટી તંત્ર ગ્રામજનોની સાથે જ હોવાની તમામને ખાત્રી આપેલ ઉપરોકત કામગીરીથી જિલ્લા/તાલુકા વહિવટી તંત્રની લોકોએ નોંધ લઇ સરકારનો તેમજ વહીવટી તંત્રનો આભાર વ્યકત કરેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા