બુધેલ ગામના પૂર્વ સરપંચ તથા ક્ષત્રિય કરણીસેના પરીવાર ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી ને ભાવનગર એલસીબી દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી
ગત તારીખ: ૨૨-૫-૨૦૨૪ ની રાત્રે બુધેલ ગામના લોર્ડ્સ હોટલની બાજુમાં એલસીબી નો કાફલો જાણે કોઈ આંતકવાદી હોય તેવી રીતે ખડકી દેવામાં આવ્યો હતો ત્યારબાદ ભવાનીસિંહ મોરી સિહોર પોતાનું અંગત કામ પરથી પોતાના ગામે પહોંચતા પોલીસે તેમની ફોરવીલ ને અટકાયત કરી ભવાનીસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ મારો કયો એવો ગુનો છે મારી ધરપકડ કરો છોતો પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની વાત કર્યા વિના ભવાનીસિંહ મોરી ને પ્રાઇવેટ કારમાં એસપી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈને અધિકારી સામે જવાબ માંગતા હતા કે આવા બુધેલ ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય કરણીસેના ના ગુજરાત પ્રદેશ કાર્યકારી એવા પ્રતિષ્ઠિત નાગરિકને આવી રીતે ધરપકડ કરીને લાવવાનું કારણ શું છે તો એલ સી બી પી એસ આઇ ધ્રાંગુ દ્વારા કોઈપણ શબ્દ બોલવા તૈયાર નહોતા ત્યારે મોડી રાત્રે ભવાનીસિંહ મોરીને છોડી મૂકવામાં આવ્યા હતા
ત્યારે આજે સવારે પાલીતાણા મામલતદાર સાહેબ ને ક્ષત્રિય કરણીસેના પરિવાર પાલીતાણા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે એલ સી બી પીએસ આઈ ધ્રાંગુંને શિક્ષાત્મક પગલાં લઈને કાર્યવાહી કરો અથવા સસ્પેન્ડ કરો અન્યથા કરણી સેના પરિવાર આખા ગુજરાતમાં આવેદનપત્ર આપશે અને વિરોધ કરશે.