ભાવનગર એલ.સી.બી પોલીસની જોહુકમી બાબત
જય ભારત સાથ આપ સાહેબશ્રીને જણાવવાનું કે ગત તારીખ ૨૨/૦૫/૨૦૨૪ના રોજ રાત્રીના ૧૧:૩૦ કલાકે અમારી ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી જેઓ શિહોર પોતાના અંગત કામથી મિટિંગ પતાવીને બુધેલ આવી રહ્યા હતા ત્યારે ટોપ થ્રી લોર્ડ્સ હોટેલ પાસે મોટો કાફલો લઈને ઉભેલા એલ.સી.બી. પી એસ આઈ ધ્રાંગુ દ્વારા ભવાનીસિંહની ગાડી ઉભી રખાવી એમને ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વગરની પ્રાઈવેટ ગાડીમાં બેસાડીને એલ.સી.બી ઓફિસ લઈ ગયા હતા,
ત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે સાવ ગેરકાયદેસર રીતે ઉપાડી ગયા ત્યારે સમાજમાં રોષ ફાટી નીકળો હતો અને ભવાનીસિંહે એવો તો ક્યો ગુનો કર્યો હતો તો પોલીસને આવી રીતે ભવાનીસિંહને રોડ પરથી અટક કરવાની ફરજ પડી અને સાથો સાથ એમની ફોરવિલ કાર પણ કબજે લેવાની ફરજ પડી!?
આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો એલ.સી.બી ઓફિસ દોડી ગયા હતા ત્યારે ભવાનીસિંહને બળજબરી પૂર્વક કોઈ ગુનો કબુલવવાની પેરવી ચાલી રહી હતી એ સમયે આગેવાનો પહોંચી જતા ક્યાં કારણસર ભવાનીસિંહની ધરપકડ કરવામાં આવી એવી પુચ્છા કરતા કોઈપણ જાતની ફરિયાદ કે ગુનો ના હોવાના કારણે આખરે ભવાનીસિંહને છોડી મૂકવામાં આવ્યા હતા આ તો કેવી પોલીસની જોહુકમી કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સામાજિક આગેવાનને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી.
ભવાનીસિંહ મોરી બુધેલ ગામના પૂર્વ સરપંચ અને ખૂબ જ પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે અને જન સેવાના કાર્યો કરે છે તેમના કાર્યકાળ દરમિયાન પોતાના ગામમાં ખૂબ જ વિકાસના કામો કરીને ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિષ્ઠા મેળવી છે
તેમજ ગામમાં ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવી છે જેમ કે ગેરકાયદે જમીનોના દબાણ ખાલી કરાવવા,દારૂનું વેચાણ બંધ કરાવવું જેવા કર્યો કર્યા છે ત્યારે આ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય ઈશારે ભવાનીસિંહને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે
અને ગુનેગારોને અને બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે ત્યારે આવા પોલીસ ખાતા માટે કલંકરૂપ એવા એલ.સી.બી. પી એસ આઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવાનીસિંહને કોના રાજકીય ઈશારે આવી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવાની ફરજ પડી એ પણ રહસ્ય ખોલવામાં આવે એવી અમારી આપ સાહેબ સમક્ષ રજૂઆત છે.
આ બાબતની ગંભીરતા ધ્યાને લઈને જવાબદાર પોલીસ અધિકારી પી.એસ.આઈ ધ્રાંગુ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવે નહીતો અમારે ક્ષત્રિય કરણી સેનાએ સમગ્ર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો.