તા.૨૬જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભાવનગર સ્થિત શ્રીમતીઆર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ દ્વારા ગાંધી મહિલા કોલેજ સંકુલ ખાતે દેશના ૭૭માં ગણતંત્ર દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ વાતાવરણમાંયોજવામાં આવી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અર્થશાસ્ત્ર વિષયના નિવૃત્તપ્રોફેસર, મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ તથા વિખ્યાત સમાજસેવિકાડૉ. શ્રીમતી નીલાબેન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનનાવરદહસ્તે ગૌરવપૂર્ણ ધ્વજવંદન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપીને કરવામાં આવી,
ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું. રાષ્ટ્રગાનનીગુંજ સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં મુખ્યમહેમાન ડૉ.નીલાબેન ઓઝાએ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા તથા ભારતીય બંધારણના મૂલ્યો પ્રત્યેની અડગપ્રતિબદ્ધતા પર વિશેષ ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા, નાગરિક ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવવા તથાસ્ત્રી સશક્તિકરણના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કર્યા.
ધ્વજવંદન બાદ મંડળ સંચાલિત પાંચશૈક્ષણિક સંસ્થાઓ શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્સ અનેકોમર્સ કૉલેજ, જ્યોતિબેન દલાલ મહિલા વિદ્યાલય, શ્રીમતી ન.ચ.ગાંધી કુમારી વિદ્યામંદિરઅને જ્યોતિબેન દલાલ બાલમંદિરની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધસાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.
વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને નૃત્યના માધ્યમથી દેશપ્રેમ, ભારતની સંસ્કૃતિ, એકતા અને વૈવિધ્યની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી. આ અવસરે વિવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીયકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ગાંધી મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓને મંડળના હોદ્દેદારો દ્વારા પ્રોત્સાહિત કરવામાંઆવી.
સાંસ્કૃતિકકાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને સંસ્થાના સેવકો દ્વારા પ્રમાણપત્રોવિતરણ કરવામાં આવ્યા. સમગ્ર ઉજવણીમાં મંડળના મુખ્ય કાર્યપાલક અધિકારીડૉ.જે.પી.મજમુદાર, મદદનીશ નિયામક શ્રીમતી નીમિતાબેન મહેતા, પાયલબેન, પ્રેયાબેન, મંડળના કર્મચારીઓ, તમામ સંસ્થાનાઆચાર્યશ્રીઓ, અધ્યાપકગણ, શિક્ષકો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન કૉલેજ મેનેજમેન્ટ કોઓર્ડિનેટર ડૉ.અશોકપુરોહિત અને ડૉ. મૃણાલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત બધામાટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ હર્ષોલ્લાસભર્યા માહોલમાંસફળતાપૂર્વક તથા ઉત્કૃષ્ટ આયોજન સાથે સંપન્ન થયો.
















