“આપણી શાળા-આપણું સ્વાભિમાન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પીએમશ્રી સર જી. એન. ગોટી કેન્દ્રવર્તી શાળા નં-૧, વલ્લભીપુર.
પ્રાચીન સમયથી સમગ્ર ભારતમાં શાળાને તીર્થ માનવામાં આવે છે. “સા વિદ્યા યા વિમુક્તયે” શિક્ષણ આપણને અજ્ઞાન અને બંધનોથી મુક્ત કરે, ભારતીય પરંપરામાં શિક્ષણનો ઉદ્દેશ માત્ર જ્ઞાન જ નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ, સ્વયંશિસ્ત, સામાજિક સેવા અને રાષ્ટ્રવંદના છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરનું “અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન” અભિયાન ઉપરોકત તમામ બિંદુઓને સાંકળી વિદ્યાલય ક્ષેત્રે ઉત્તમ ભાવાવરણ કરવા જઈ રહયું છે.
આપણા વિદ્યાલય આપણા તીર્થ બને તે માટે સંગઠન સમગ્ર રાષ્ટ્રની વિદ્યાલયોમાં સંકલ્પ લેવા પ્રતિબધ્ધ છે. સંગઠનની તથા શાળા પરિવારની ઉજવણીમાં ઉપસ્થિત શાળાનાં વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ સ્કૂલના દાતાશ્રી ડુંગરશીભાઈ ગોટી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી સાથે આ અભિયાનની પ્રતિજ્ઞા સાથે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ
શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયા સાહેબ માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ભાવનગર.
:: મુખ્ય મહેમાનઃ :
શ્રી મમતાબેન દિલીપભાઈ શેટા (જિલ્લા પંચાયત સદસ્યશ્રી, ભાવનગર)
શ્રી અશોકભાઈ સોલંકી (ચેરમેનશ્રી, આરોગ્ય સમિતિ, ભાવનગર)
શ્રી મેહુલસિંહ ગોહિલ (પ્રમુખશ્રી, તાલુકા પંચાયત વલ્લભીપુર)
શ્રી વિજયસિંહ ગોહિલ (પ્રમુખશ્રી, નગરપાલિકા વલ્લભીપુર)
શ્રી કે.જી.પરમાર સાહેબ (મામલતદારશ્રી, વલ્લભીપુર)
શ્રી કિશોરસિંહ ગોહિલ સાહેબ (તાલુકા વિકાસ અધિકારીશ્રી, વલ્લભીપુર)
શ્રી ગોપાલભાઈ મકવાણા સાહેબ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, વલ્લભીપુર)
શ્રી હેમરાજસિંહ ચૌહાણ સાહેબ (કેળવણી નિરીક્ષકશ્રી, વલ્લભીપુર)
વલભીપુર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ
એપીએમસી ચેરમેન નીતિનભાઈ ગુજરાતી
વલભીપુર શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમાર
વલ્લભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ઈન્દુભા મોરી, મંત્રીશ્રી હસમુખભાઈ મેર,
ઉપસ્થિતિ મહેમાનોએ કાર્યક્રમને વધાવી લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મનીષભાઈ જોગરાણા, મહામંત્રી અશોકભાઈ વેગડ તેમજ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હિરેનભાઈ ત્રિવેદી, તેમજ શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી એમ શાળાના આચાર્યશ્રી નારસંગભાઈ ડોડીયાએ જણાવેલ.
રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર