નીલકંઠ મહાદેવ મંદિરના છઠ્ઠા પાઠ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું
પાલીતાણાના હરિરામ નગર બહારપર વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે છઠ્ઠો પાઠ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં આ મંદિર ખાતે દર વર્ષની પરંપરાગત પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેને જ લઈને મંદિર ખાતે સવાર થી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધજા રોહન ,મહા યજ્ઞ , મહા આરતી મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું અને તેની સાથે જ નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી મહાદેવજી ની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સ્થાનિક વિસ્તારના લોકો તેમજ શહેરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રા ને અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ આરતી સમયે નિજ મંદિર ખાતે શોભાયાત્રા ને પૂર્ણ કરવામાં આવી હતી
જેમાં મંદિરના મહંત ઓમકારબાપુ અને સ્થાનિક વિસ્તારના લોકોના સહિયારા પ્રયાસથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નીલકંઠ મહાદેવજીનો છઠ્ઠો પાઠ ઉત્સવ સફળ બન્યો હતો અને મંદિરના મહંત ઓમકાર બાપુ દ્વારા શહેરના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઇને લોકોએ આવા સુંદર કાર્યો કરવા બદલ ઓમકાર બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા