ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ
આ પ્રસંગે ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા એ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે,આજે ’માં’ ભારતીની આન, બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ સેવા માટે ખપી જનાર મહાનુભાવોને યાદ કરવાનો અને તેમની શહાદતનું સ્મરણ કરવાનો દિવસ છે તેમણે તાલુકાના નાગરિકોને અભિનંદન પાઠવયા હતા
મામલતદાર કુમારી જાડેજાએ કહ્યું કે,ભારત આઝાદ થયાં પછી દેશે અનેક વિકાસની નવી ક્ષિતિજો કંડારી છે ભારતના આ વિકાસનું શિરમોર બિંદુ ગુજરાત રાજ્ય છે ગુજરાતે દેશના વિકાસની લીડ લીધી છે કહ્યું કે આજનો દિવસ ગૌરવ અને શાનથી મસ્તક ઉંચુ રાખવાની તમન્નાઓને આંખમાં આંજીને સતત આગળ વધતાં રહેવાની પ્રેરણા આપનારો દિવસ છે
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા આપણાં દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર,શહીદ ભગતસિંહ અને આપણાં જ ભાવેણાંના રતન એવાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ અને ભાવવંદના કરવાનો આ દિવસ છે વધુમાં કહ્યું કે,“હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ તાલુકા વાસીઓએ શેરીઓ મહોલ્લા દુકાનો શોપિંગ મોલ વગેરે સ્થળોએ તિરંગા લગાવીને એમની સહભાગિતા નોંધાવી છે
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લાખો વિદ્યાર્થીએ દેશના સૈનિકોને પત્રો લખી શુભેચ્છા પાઠવી છે આ વેળાએ શાળા ના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમે સૌ કોઈ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા
રીપોર્ટ નિલેશ ઢીલા ઉમરાળા