શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ.કે ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ-કોમર્સ કૉલેજ, પાલિતાણાનાં એન.એસ.એસ. યુનિટ દ્વારા થેલેસેમીયા ટેસ્ટ કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડૉ. માધવી વ્યાસ અને ડૉ. વિનુભાઇ ભરવાડ કરેલ હતુ.
તેમા અત્રેની કૉલેજમાં પ્રવેશ મેળવેલ પ્રથમ વર્ષ સેમેસ્ટર-1ના કુલ 120 વિદ્યાર્થીઓનાં થેલેસેમિયા ટેસ્ટ રિપોર્ટ ચેક કરવા લોહીનાં સેમ્પલ લેવાયા હતા.
તેમાં સૌજન્ય -મહાકલ્પ ફાઉન્ડેશન-વડોદરાનાં સહયોગથી તથા રેડ ક્રોસ સોસાયટી પાલિતાણા યુનિટનાં હોદ્દેદારો નિતિનભાઈ પ્રેસિડેન્ટ, હરેશભાઈ સેક્રેટરી, રામાનુજ સાહેબ, ધર્મેન્દ્રભાઈ વ્યાસ, નરેન્દ્રભાઇ ત્રિવેદી , પ્રશાંતભાઈ મણીયાર, અને રેડ ક્રોસ સોસાયટી ભાવનગરની ટેકનિકલ ટીમ પ્રિતીબેન બારૈયા, પ્રિયાબેન બારૈયા, ચંન્દ્રેશભાઈ ચૌહાણ, ત્રિપાલસિંહ ગોહિલ, મજીદભાઈ કુરેશીનાં સહિયારા પ્રયાસથી આ કામગીરી સફળ રહી હતી. આ કામગીરીને સંસ્થાનાં કા.આચાર્ય ડૉ.પંકજ ત્રિવેદી સ્ટાફ પરિવાર તથા એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ મયુરસિંહજી સરવૈયા, સેક્રેટરી નરેન્દ્રભાઇ પંડ્યા તથા તમામ સભ્યોએ અભિનંદન આપી બિરદાવી હતી.