bhavnagar

દેશની આઝાદીના દિવસે જ એક ગરીબ પરિવારને વ્યાજખોરના ચુંગાલમાંથી આઝાદી અપાવતી પાલીતાણા રૂરલ પોલીસ

પાલીતાણામાં વ્યાજખોરોનો ત્રાસથી પિતાને બચાવવા દિકરીએ કહ્યું’મારી કિડની વેચીને પૈસા ચૂકવી દો’ ભાવનગર પોલીસનો દેવદૂત અવતાર: વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવાર મુક્ત, 3.50 લાખના ઘરેણાં પરત કરાવતી પાલીતાણા રૂરલ પોલીસ

પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પાલીતાણા ના મોટી પાણીયાળી ગામના મગનભાઈના પરિવારને વ્યાજખોરથી બચાવ્યો અને માત્ર 25 દિવસમાં ન્યાય અપાવ્યો પાલીતાણા પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલી, ઘરેણાં પરત કરાવ્યા વ્યાજખોરોના ત્રાસ સામે ભાવનગર પોલીસની જીત, ગરીબ પરિવારને મળ્યો ન્યાય મગનભાઈના પરિવારની આશા જગાવી, પાલીતાણા પોલીસે વ્યાજખોરને શિક્ષા કરી

ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા એક ગરીબ પરિવારને પાલીતાણા રૂરલ પોલીસે દેવદૂત બનીને ન્યાય અપાવ્યો છે. માત્ર 25 દિવસના ગાળામાં પોલીસે કડક કાર્યવાહી કરીને પરિવારના 3.50 લાખ રૂપિયાના ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. આ ઘટનાએ સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો છે, જે વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો માટે આશાનું કિરણ બન્યો છે

મોટી પાણીયારી ગામના રહેવાસી મગનભાઈ જે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને મગનભાઇ ને ત્રણ દિકરી અને એક દીકરો છે તેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની બીમારીની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમાભાઈ કાળુભાઈ વાળા પાસેથી 10 ટકાના વ્યાજે 3 લાખ રૂપિયાની દીકરાની બિમારીમાં ઈલાજ માટે લોન લીધી હતી. મગનભાઈએ ત્રણ વર્ષ સુધી વ્યાજની રકમ ચૂકવી

પરંતુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સમય સર વ્યાજ ચુકવાતું ના હતું જેના કારણે વ્યાજખોરે મૂળ રકમ માટે કડક ઉઘરાણી કરવાનું ચાલુ કરી દીધું હતું આ દબાણ હેઠળ મગનભાઈએ પરિવાર સાથે ચર્ચા કરીને પત્નીના 3.50 લાખ રૂપિયાના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા તેમ છતાં વ્યાજખોરે વધુ 1.50 લાખ રૂપિયાની માંગણી કરી જેના કારણે પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને આપઘાત સુધીના વિચાર મનમાં ચાલવા લાગ્યા હતા

આ હતાશાની ઘડીમાં મગનભાઈની 20 વર્ષની દીકરી પોતાના પિતાની આ વેદના જોઈ શકતી ના હતી અને પરિવારને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા અને ખુશ જોવા માટે 20, વર્ષની દીકરીએ આત્મવિશ્વાસ દાખવીને પિતાને કહ્યું, કે”પપ્પા એવું કરો કે મારી એક કિડની વેચીને વ્યાજ ખોરના પૈસા પરત કરી દો.” આ વાતે મગનભાઈને હચમચાવી દીધા અને તેમણે સીધો પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારીએ મગનભાઈની ફરિયાદ સાંભળીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તપાસ ચલાવી હતી. ગુજરાત સાવકારી નિયમન અધિનિયમ, 2011 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી અને આરોપી જેમાભાઈ કાળુભાઈ વાળાને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો. આ કેસમાં પોલીસે માત્ર 25 દિવસમાં 3.50 લાખ રૂપિયાના ઘરેણાં પરત અપાવીને પરિવારને વ્યાજખોરના ચુંગાલમાંથી મુક્ત કર્યો. આ કાર્યવાહીથી પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો અને અન્ય લોકોને પણ વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસનો સંપર્ક સાધવાની અપીલ કરી હતી

ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આવા લોકોના શોષણનો શિકાર બને છે. ઉંચા વ્યાજદર, કડક ઉઘરાણી, અને ધાક ધમકીઓ આવા પરિવારોને આર્થિક અને માનસિક રીતે તોડી નાખે છે. અગાઉ પણ રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, ભાવનગર પોલીસની આ કાર્યવાહી એક આશાનું કિરણ બની છે, જે દર્શાવે છે કે સમયસર પોલીસની મદદ લેવાથી ન્યાય મળી શકે છે

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા…

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા પાલીતાણા સિન્ધી સમાજ…

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 67

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *