પાલીતાણાના આદપુર ગામે દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત વાડી વિસ્તારમા રહેતા કાંતુબેન નામના મહિલા પર દીપડાએ હુમલો કર્યો વન વિભાગને જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે હતી અને દીપડાના હુમલાથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાને સારવાર અર્થે ભાવનગર ખસેડવામા આવી અને જ્યાં સારવાર દરમિયાન મહિનાનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ મહિલાની બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી છે
પાલીતાણાના આદપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા કાન્તુબેન ગોબરભાઈ મકવાણા નામના મહિલા ઉપર આજરોજ વહેલી સવારના પાંચથી સાડા પાંચ ના અરસામાં દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર કાંતુબેન નામની મહિલા છે
તે પોતાના ઘરના ખૂણા પાસે પાંચ વાગ્યાના અરસામાં બાથરૂમ જવા માટે બહાર નીકળ્યા હતા અને જ્યાં સામેની કાટમાંથી તેમના પર દીપડાએ હુમલો કરી દીધો હતો અને હુમલો થતાં તેમના પરિવારજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગને જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું
જેને લઈને મહિલાની બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી છે ત્યારે અવારનવાર વન્ય પ્રાણીઓના હુમલાને લઈને સ્થાનિકોમા ભયનો માહોલ ફેલાઈ છે જેના કારણે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટેની ચાર અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું ફોરેસ્ટ અધિકારી બી.ટી પરમાર દ્વારા જાણવા મળ્યું છે
રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા