પાલીતાણામાં ગઈકાલે સાંજના ચાર વાગ્યાથી રાત્રિ દરમિયાન ત્રણ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો
ત્યારે આદપુર ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા અદપુર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું આ રસ્તા ઉપર એક દોઢ ફૂટ સુધી પાણી ફરી વળ્યા છે આદપુર ગામના રસ્તા પર જે પાણી આવે છે તે ડુંગર વિસ્તારમાંથી આવે છે
ડુંગર ઉપરથી વરસાદી પાણી આવતા પાણીનો ફ્લો ભારે હોય છે જેના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે ગામ લોકો દ્વારા અનેકવાર આ રસ્તા પર કોઝવે બનાવવા રજૂઆત પણ કરવામાં આવી છે ગામ લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
વરસાદ આવતા જ અહીં રસ્તો નીચે હોવાને કારણે આ રસ્તા ઉપર પાણી ફરી વળે છે જેના કારણે એક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાય છે
ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદપુર ગામમાં જે તળાવ બનાવવામાં આવ્યું છે તેના લેવલથી પણ રસ્તો નીચો છોડી દેવામાં આવ્યો છે
જેના કારણે જ્યારે પણ ડુંગર વિસ્તારમાં વરસાદ વરસે છે અને તળાવ ભરાય છે ત્યારે આ રસ્તા ઉપર દોઢ ફૂટ સુધી પાણી ભરાયેલા રહે છે
અનેકવાર રજૂઆત તો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા