પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારો ના લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આધારકાર્ડ ના નામ માં સુધારા અને નામ ચડવા માટે લોકો ને ધંધા રોજગાર પાડી આધારકાર્ડ સેન્ટર પર પહોંચી લાઈનો લગાવી રહિયા છે છેલ્લા ઘણા સમય થી આધારકાર્ડ માં નામ સુધારા નહીં થતાં લોકો મુશ્કેલીઓ માં મુકાયા છે તાકીદે આ સમસ્યા નું હલ થાય તેવી માંગ લોકો કરી રહિયા છે
પાલીતાણાના આધાર સેન્ટર પર નવા નામ ચડાવવા તેમજ આધારકાર્ડ માં નામ સુધારણા કરવા માટે લોકો વહેલી સવાર 7,વગેથી લાઈનો લગાવી રહ્યા છે પરંતુ લોકોના ધક્કા ક્યાંક ને ક્યાંક પાણીમાં જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
કારણ કે અહીં લોકો પોતાના ધંધા રોજગાર પાડીને આધારકાર્ડમાં અપડેટ માટે આવતા હોય છે પરંતુ અહીં આધારકાર્ડમાં સુધારા વધારા નહીં થતા લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે લોકોનું કહેવું છે કે આધાર સેન્ટર પર એક એક માસથી ધકાવો ખાઈ રહ્યા છે પરંતુ આધારકાર્ડમાં અપડેટ નથી થઈ રહ્યું જેના કારણે લોકોના તમામ કામો અટવાઈ રહ્યા છે જ્યારે લોકોની માંગ છે કે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે
પાલીતાણામાં આધારકાર્ડ સેન્ટર પર નવા નામ ચડાવવા તેમજ મોબાઇલ નંબર અપડેટ તેમજ આધાર કાર્ડ માં સુધારણા વધારણા નહીં થતા લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડમાં e.kyc ફરજિયાત કરાયું છે
અને વેલામાં વહેલી તકે e.kyc કરવામાં આવે તેવું ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે અહીં પ્રશ્ન એવો બન્યો છે કે લોકો e.kyc માટે જય તો રહ્યા છે પરંતુ કા તો લોકોના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર એડ નથી હોતો અને ક્યાંતો આધારકાર્ડ માં સ્પેલિંગ મિસ્ટેક હોય છે જેના કારણે e.kyc નથી થઈ રહ્યું
અને આ તમામ સમસ્યાઓ માટે લોકો આધાર સેન્ટર પર અપડેટ માટે જાય છે ત્યારે ત્યાં કશું જ કામ થઈ રહ્યું નથી અને આધાર સેન્ટર પર કામ કરતા લોકોનું કહેવું છે કે અમે અમારા તરફથી તમામ વસ્તુ કરી રહ્યા છીએ પરંતુ ઉપરથી અપડેટ માં રિજેક્ટ આવે છે જેના કારણે આધાર સેન્ટર પર કામ કરતા લોકોને પણ પેનલ્ટી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેવું આધાર સેન્ટર પરથી જાણવા મળ્યું હતું જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા