પાલીતાણામાં મહારાણી સીતાબા એ મહિલાઓ માટે આપેલી અમૂલ્ય ધરોહર મહારાણી સીતાબા પ્રસુતિ ગૃહ જેનો ઉપયોગ પાલીતાણા વાસીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પ્રસુતિ પીડામાં કરી શકે તે માટે આ મૂલ્ય ધરોહર આપેલી છે પરંતુ આ અમૂલ્ય ધરોહર માં ક્યાંક ને ક્યાંક મહિલાઓને અહીં કામ કરતા કર્મચારીઓને લઈને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે મહિલાના એક પરિવાર દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ
પાલીતાણામા પ્રિયાબેન નિકુલભાઇ પરમાર નામની મહિલાને પ્રસુતા પીડા થતા ગત વેલી સવારના અરસામાં માનસીજી હોસ્પિટલમાં ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને હાજર ડોક્ટર દ્વારા ખુબ સરસ રીતે સિઝેરિયન કર્યા બાદ બાળકનો જન્મ થયો હતો અને હોસ્પિટલમાં તમામ પ્રકારની કામગીરી કર્યા બાદ પ્રિયાબેન નામની મહિલાને મહારાણી સીતાબા પ્રસુતિ ગૃહ ખાતે રિફર કરવામાં આવ્યા હતા
અને જ્યાં મહિલાને એક તૂટેલા બેડ પર સુવડાવી દેવામાં આવી હતી જેના કારણે મહિલા પ્રિયાબેન ના ભાઈ અજય ભાઈ સોલંકી એ ત્યાં હાજર રહેલા સ્ટાફને બેડ બદલવા માટે કહેવામાં આવ્યું હતુ પરંતુ બેડ ન બદલી આપતા મહિલા ના પરિવારજનો દ્વારા તૂટેલા બેડ નો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને જે વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા
પાલીતાણામાં પ્રસુતિ ગૃહ વિભાગની ઘોર બેદરકારીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મીડિયા દ્વારા પાલીતાણા હોસ્પિટલના R.M.O નો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ મીડિયા નો એક પણ ફોન રિસીવ કરવામાં નહીં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે
ત્યારે મીડિયા દ્વારા પ્રિયાબેન નામની મહિલાના પરિવારજનોને મળતા તેઓએ જણાવ્યું હતું કે મહિલાને તૂટેલા બેડ પર સુવડાવતા પરિવારજનો દ્વારા બેડ બદલવાનું કહેતા હાજર રહેલા સ્ટાફે મહિલાના પરિવારજનો સાથે ગેરવર્તન કર્યું હતું
અને પરિવારજનોના આક્ષેપ છે કે હાજર રહેલા સ્ટાફે મહિલાના પરિવારજનોને કહ્યું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો જે કરવું હોય તે કરો પરંતુ બેડ બદલી દેવામાં નહીં આવે અમારી પાસે કોઈ સુવિધા નથી તેઓ જવાબ મળતા પ્રિયાબેન નામની મહિલાના પરિવાર દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
પાલીતાણા સરકારી હોસ્પિટલની વ્યવસ્થા કથળી તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે એક તરફ પાલીતાણામાં 400 બેડની હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે
તો બીજી તરફ જે હોસ્પિટલ કાર્યરત છે ત્યાં સારા બેડની પણ વ્યવસ્થા નથી ત્યારે લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે કે પહેલા જે હોસ્પિટલ કાર્યરત છે ત્યાં લોકોને સવલતો પૂરી કરવી જોઈએ નહીં કે પાંચ થી દસ વર્ષ પછી જે 400 બેડ ની હોસ્પિટલ લોકોને કામમાં આવવાની છે તેની મોટી મોટી વાતો કરવી જેના કારણે પાલીતાણા વાસીઓમાં ભારે રોશની જોવા મળી રહ્યો છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા