ભાવનગર જિલ્લા સહિત તાલુકા મથકો પર આજે ગણેશ ચતુર્થી ને લઈને શહેરના અલગ અલગ વિસ્તારો પર વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપનાઓ કરવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે પાલીતાણા ખાતે આવેલ શ્રી એમ એમ કન્યા વિદ્યાલય ખાતે દસ દિવસ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે
પાલીતાણા ખાતે આવેલ શ્રી એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે ગણપતિદાદાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરતા અહીં અભ્યાસ કરતી 1500 થી વધુ વિદ્યાર્થીનીઓમાં ભારે ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્કૂલના ટ્રસ્ટીગણ થી લઈ આચાર્ય શિક્ષકો તેમજ અહીં અભ્યાસ કરતી તમામ બહેનો દ્વારા દસ દિવસ માટે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજન અર્ચન અને પ્રસાદી જેવા તમામ આયોજનો કરવામાં આવેલ છે
શ્રી એમ એમ કન્યા વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા દેવ ગણેશજી ની મૂર્તિની વિધિ વિધાન થી સ્થાપના કરવામાં આવી જેમાં પાલીતાણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહ સરવૈયા સેક્રેટરી નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ એમએમ કન્યા વિદ્યાલયના આચાર્ય સહિત તમામ શિક્ષક સ્ટાફ દ્વારા પાલીતાણામાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભરોડિયા સેજલબેન ની મદદ થી ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર શાળા પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા