જગદીશભાઈ રાઠોડની સરપંચ એસોસિયેશનના પ્રમુખ તરીકે વરણી કરાઈ
પાલીતાણાના વડીયા રોડ ખાતે આવેલ દુધિયાવાડ આશ્રમ ખાતે પાલીતાણા તાલુકાના સરપંચઓની મીટીંગ મળી હતી જેમાં નવા ચૂંટાયેલા સરપંચો તથા ચાલુ સરપંચ અને પૂર્વ સરપંચ યુનિયનના પ્રમુખ તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને સૌની ઉપસ્થિતિમાં પાલીતાણા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં જગદીશભાઈ પ્રવીણભાઈ રાઠોડ ને બહુમતીથી જીતાડીને પ્રમુખ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા તથા સંગઠનના વિવિધ હોદ્દાઓની નિમણૂક કરવામાં આવેલ કારોબારી સભ્યોને પણ નિમણૂક કરવામાં આવી હતી
જગદીશભાઈ રાઠોડ કે જેવો પાલીતાણા તાલુકાના લુવારવાવ ગામના રહેવાસી છે અને પાલીતાણા કોંગ્રેસના માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ ના દીકરા છે અને જેવો છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો તેમ જ લોક સમસ્યાના કામો માં અગ્રેસર રહ્યા છે અને જેઓ JCI પાલીતાણા ના પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે ત્યારે હવે જગદીશભાઈ રાઠોડ ની પાલીતાણા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક થતા પાલીતાણા વાસીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં શુભેચ્છાઓ સાથે ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા