અબોલ જીવની સેવા કરતી જીવદયા હોસ્પિટલ અગિયાળી ખાતે ઈન્દ્રસેનસૂરિ મહારાજે મુલાકાત લીધી
આજે રવિવારે સવારે પૂ.શ્રી આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબ પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી (તા. સિહોર) ખાતે પધાર્યા હતા. તેઓ એ અબોલ જીવની તદ્દન વિનામૂલ્યે થતી આરોગ્ય સારવાર અને સેવા નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પૂ.શ્રી આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, જીવદયા એ સૌથી મોટી સેવા છે.
પ્રત્યેક જૈનએ અને દરેક મનુષ્યો એ અહીં પીડાતા અશક્ત અબોલ જીવની મુલાકાત લેવી જોઈએ. દરેક લોકો મંદિરો અને દેરાસરોમાં ભગવાનને જોવા જાય છે. ભગવાન તો અહીં છે.
આ એક સેવાતીર્થ કહેવાય. હોસ્પિટલ તો આપણે આપણી વ્યવસ્થાના ભાગ રૂપ બોલીએ છીએ. ખરા અર્થમાં તો અબોલ જીવ રૂપે રહેલ ભગવાનનું તીર્થ છે. અહીં કુદરતની સાચા અર્થમાં સેવા થાય છે.
તદ્દન વિનામૂલ્યે રાત દિવસ અબોલ જીવની થતી સેવા સારવારમાં અનેક જીવદયા પ્રેમીઓ જોડાય રહ્યા છે. બીમાર પશુ પક્ષીઓની ઉત્તમ આરોગ્ય સારવાર માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હેલ્પલાઇન વાન, હેલ્પલાઇન નંબર મેડિકલ સ્ટોર, રેસ્ક્યુ ટિમ, ઓપરેશન વિભાગ વગેરે ની માહિતી જાણી મહારાજ સાહેબે પ્રેરણા ફાઉન્ડેશનના સેવાકાર્ય ને બિરદાવ્યું હતું.