bhavnagar

પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા ભાવનગરમાં પક્ષી બચાવ મહાઅભિયાન

જીવદયા હોસ્પિટલ અને વન વિભાગ સાથે રહી કાર્ય કરશે : ઉત્તરાયણમાં ભાવનગર શહેર જિલ્લામાં પક્ષીઓને બચાવવા દવા મેડિકલ કીટ સાથે 25 જીવદયા પ્રેમીઓ : ત્રણ એમ્બ્યુલન્સ તૈનાત

(તા. 3/1/2025 ભાવનગર)
14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે. આ દિવસે અનેક નિર્દોષ પક્ષી ઘાયલ થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં પક્ષી બચાવ મહાઅભિયાન હાથ ધરાયુ છે. જે વન વિભાગ ભાવનગર સાથે સંકલનમાં રહી કાર્ય કરશે.

જીવદયા હોસ્પિટલની મેડિકલ ટીમે જણાવ્યું હતું કે, રોડ પર અથવા ઝાડ પર ઘાયલ પક્ષી મળી આવે તો તેને સંભાળીને કાર્ડબોર્ડના ખોખા અથવા બાસ્કેટમાં મૂકીને જીવદયા મેડીકલ ટિમ સુધી પહોંચાડવું જોઈએ.

ભાવનગર શહેર જિલ્લામાં વિવિધ જીવદયા પ્રેમીઓની મદદથી પ્રેરણા ફાઉન્ડેશનને 25 થી વધુ હેલ્પલાઈન નંબર અને જીવદયા પ્રેમીની ટિમ કાર્યરત કરી છે. જે અલગ અલગ વિસ્તારમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું કામ કરશે. આ ટિમ 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે.

ઉતરાયણ દરમિયાન વાપરવામાં આવતો માંજો દર વર્ષે અનેક પક્ષીઓને ઘાયલ કરે છે. ઉત્તરાયણ બાદ પણ આ દોરાઓ ઝાડ અને તાર પર ફસાયેલા હોવાના કારણે તેની પરથી ઉડતા પક્ષીઓ ઘાયલ થઈ જાય છે. જેમાં ઘણી વખત પાંખ, ચાંચ અને ગળા જેવા અંગ કપાઈ જવા પર મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘાયલ પક્ષી મળી આવે તો તેને કેવી રીતે સાચવવું જોઈએ.

આ અંગે જીવદયા હોસ્પિટલ અગિયાળીની તબીબી ટીમે જણાવ્યું હતું કે, રોડ પર અથવા ઝાડ પર ઘાયલ પક્ષી મળી આવે તો તેને સંભાળીને કાર્ડબોર્ડના ખોખા અથવા બાસ્કેટમાં મૂકીને જીવદયા મેડીકલ ટિમ સુધી પહોંચાડવું જોઈએ. ભાવનગર શહેરમાં ત્રણથી વધુ હેલ્પલાઈન વાન પણ કાર્યરત કરવામાં આવી છે. જે ઘાયલ પક્ષીઓની સારવાર દવા ડ્રેસિંગ કીટ અને સાધનો સાથે તૈનાત રહેશે. પ્રેરણા ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ વાનની સેવા મેળવવા 63563 71000 પર સંપર્ક કરવા જણાવાયું છે.

પ્રેરણા ફાઉન્ડેશન
જીવદયા હોસ્પિટલ – અગિયાળી
કાયમી હેલ્પલાઈન નંબર
63563 71000

નીચેના જીવદયા પ્રેમીઓ ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા તત્પર છે. ઘાયલ પક્ષીઓને બચાવવા એક કોલ કરો. નિર્દોષ જીવને બચાવો.

ભાવનગર શહેર માટે
ડી. કે. પરમાર
ભાવનગર સીટી
9510456456.
નિલેશ ડાભી
ધોધા સર્કલ વિસ્તાર
9327588930
રવિ બારૈયા
ખેડુતવાસ વિસ્તાર
8000637373
કાર્તિક ત્રિવેદી
રાણીકા કરચલિયાપરા વિસ્તાર
9825119797
દિલીપ પરમાર
સુભાષનગર વિસ્તાર
9824535447
તરૂણ રાઠોડ
સુભાષનગર વિસ્તાર
9157786189
રાકેશ મકવાણા
ખેડુતવાસ વિસ્તાર
8156096717
જયેશ ડાભી
ખેડુતવાસ વિસ્તાર
7801856161
યોગેશ મકવાણા
ધોધા જકાતનાકા
7041291818
અલ્પેશ ડાભી
કુંભારવાડા વિસ્તાર
90338 46554
હરીભાઈ શાહ
વિજયરાજનગર
95370 92566
મિલિંદ શાહ
નવાપરા વિસ્તાર
72039 32815
રાજુભાઈ ચૌહાણ
નવાપરા વિસ્તાર
99741 46150
હર્ષ મકવાણા
જવેલ્સ – વિક્ટોરિયા વિસ્તાર
82003 38971
દિશાની સોમાણી
ડોન ચોક વિસ્તાર
9825596464
હાર્દિક ચૌહાણ
ચૌદ નાળા ઘોઘા રોડ
97732 37826
ખુશ્બુ પરમાર
રિંગ રોડ વિસ્તાર
77779 67187.
ડાભી નિલેશભાઈ
સુભાષનગર
7048333005

ભાવનગર જિલ્લામાં

ટાણા ગામ
કિશોરભાઈ પરમાર
6351310510
પાલિતાણા
દિનેશ ચોહાણ
9624716186
સખવદર -સિહોર
સંજયભાઈ આહિર
83479 28151

તળાજા
પ્રવિણભાઈ ફગા
97232 31493
ઢુંઢસર ગામ
અજયભાઈ પરમાર (કાળુભાઈ)
9313918949
વિજયભાઈ ગોહીલ
8140658435
દિહોર ગામ
નિલેશ દવે
9586547921

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 47

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *