bhavnagar

ઉમરાળાના ધરવાળા, દેવળીયા અને રંઘોળાની શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ કરાવતા મંત્રી કુંવરજી બાવળીયા

બાળકોને શૈક્ષણીક કીટ તથા સુખડી આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો

“ઉજવણી ઉલ્લાસમય શાળા શિક્ષણની ભૂલકાઓને પ્રવેશોત્સવની”થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-ઉજવણી પ્રસંગે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ઉમરાળા તાલુકાની ધરવાળા પ્રાથમિક શાળા,દેવળીયા પ્રાથમિક શાળા અને રંઘોળાની રંઘોળા કેન્દ્રવર્તી શાળા,રંઘોળા કન્યા પ્રાથમિક શાળા તથા એલ.ડી.પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સહિતની શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને આભારી છે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોના શાળા પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે એ માટેની ચિંતા સરકારે કરી છે વધુમાં જણાવ્યું હતું કે કારકિર્દી માટે તો શિક્ષણ જરૂરી છે જ પરંતુ શિક્ષણના માધ્યમથી જ ઉત્તમ કેળવણી મેળવી શકાય છે

બાળકોના જીવનમાં શિક્ષણનો પાયો મહત્વનો ભાગ ભજવે છે જો શિક્ષણનો પાયો મજબૂત હશે તો તેમના સમગ્ર જીવનની ઈમારત મજબૂત હશે અને બાળકોનું ઘડતર મજબૂત થશે જેથી શિક્ષણ મેળવવા અંગે ગંભીર થઈ દરેક વાલીએ પોતાના બાળકને અચૂક શિક્ષણ આપવું જ જોઈએ તમે જણાવ્યુ

કાર્યક્રમના અંતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત આગેવાનો મૂળજીભાઈ મિયાણી ખોડાભાઈ પસીયા GIDC પૂર્વ નિયામક પેથાભાઈ આહીર,મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી,તાલુકા પંચાયત વિપક્ષનેતા જ્યુભા ગોહિલ,તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર,રંઘોળા સરપંચ વશરામભાઈ ડાંગર,પૂર્વ ચેરમેન સુરેશભાઈ કુવાડિયા, બાવચંદભાઈ જાદવ,છગનભાઈ ભોજ શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ શાળા પરિવાર સ્થાનિક ગામ આગેવાનો આંગણવાડી કાર્યકરો ભૂલકાંઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 48

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *