bhavnagar

ઠળિયા ગામે શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ લેતાં ભાવિક શ્રોતાઓ

શ્રી બજરંગદાસબાપા આશ્રમમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને ભક્તિભાવ સાથે થયેલું આયોજન

જાળિયા શનિવાર તા.૨૭-૪-૨૦૨૪

ઠળિયા ગામે શ્રી બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે.

તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ તથા બાપા સિતારામ મહિલા મંડળ દ્વારા શ્રી ગુરૂ આશ્રમ બગદાણાનાં શ્રી મનજીબાપાના પુણ્ય સ્મરણ સાથે સોમવારથી પ્રારંભાયેલ શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ સૌ લઈ રહ્યા છે.

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે નાની બોરુ શ્રી મહાકાળી માતાજી મઢનાં શ્રી હબીબ માડીનાં મુખ્ય યજમાનપદે ઠળિયા ગામ સમસ્તનાં સહયોગ સાથે આ કથા માટે ભાવ ઉત્સાહ સાથે આયોજન રહ્યું છે.

રામકથા અને આપણાં જીવનમાં તેમાંથી મળી રહેલાં સંદેશા વિશે શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા દૃષ્ટાંતો સાથે સંગીતમય શૈલીમાં થતી છણાવટ ભાવિક શ્રોતાઓને રસમય બનાવી રહેલ છે.

અહીંયા ઠળિયા ગામ ઉપરાંત આસપાસનાં ગામોમાંથી કથા પ્રેમીઓ કથામૃત લાભ લઈ રહ્યા છે. આયોજકો દ્વારા સુંદર ચા પાણી, પ્રસાદ વ્યવસ્થા રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-  દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો…

1 of 45

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *