bhavnagar

રંઘોળા થી વલ્લભીપુર સુધીનો ધોરી માર્ગ લકવાગ્રસ્ત : રાહદારીઓ પરેશાન

ખાડાઓના કારણે કેટલાય નિર્દોષ વાહન ચાલકોના હાડકા ભાંગ્યા

વર્લ્ડ બેંકના ફંડમાંથી નિર્માણ થયેલા હાઇવે પર ખાડાઓની હારમાળા સર્જાય

ઉમરાળા તાલુકા માંથી પસાર થતો અમરેલી અમદાવાદ રોડ બિસ્માર હાલતમાં કેટલાય વાહન ચાલકોના હાડકા ભાંગી નાંખશે ઉમરાળા તાલુકાના રંઘોળા ચોકડી થી વલભીપુર સુધી રોડ નવિનીકરણ કરવામાં તંત્ર લાપરવાહ ધોરી માર્ગમાં મોટા ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી બની ગઇ,

ખાડા પૂરાતા નથી રંઘોળા વલ્લભીપુર ધોરી માર્ગ લકવાગ્રસ્ત બન્યા છે જેની મરામત અને નવિનીકરણ કરવા ઉગ્ર માગણી ઉઠવા પામેલ છે રંઘોળા થી વલ્લભીપુર જવાનો ધોરીમાર્ગ લકવાગ્રસ્ત બન્યો છે ધોરી માર્ગમાં મોટા ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી બની ગઈ છે

આ ધોરી માર્ગ ઉપરથી આગેવાનો,અધિકારીઓ વહિવટી તંત્રના વડાઓ,પ્રજાના પ્રતિનિધિઓ પસાર થતા હશે તેમ છતાં તેમને આ ધોરી માર્ગ જોઈને દયા આવતી નહિ હોય ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી થઈ ગઈ છે કોઈ ખાડા પુરાવતુ નથી કે પૂરતું નથી આ ગંભીર બાબતે સત્તાતંત્રની ઉદાસીનતા લોકોમાં ટીકાને પાત્ર બનેલ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વલભીપુર તાલુકાના સાલપરા ગામે આવેલ…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા શિક્ષક દિવસે રંગારંગ કાર્યક્રમનું આયોજન

શિક્ષક દિનના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર અને…

1 of 64

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *