સાસંદ મહિલા ખેલ મહોત્સવને લીધે આજે મહિલાઓએ રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે—સાસંદ સભ્યશ્રી ભારતીબેન શિયાળ
ખો-ખો, રસ્સા ખેંચ, વોલીબોલ, કબડ્ડી, નારગેલ,લાંબીકુદ, ગોળાફેંક, ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશી ની રમતો યોજાઈ
સાસંદ મહિલા ખેલ મહોત્સવનું આજે ભાવનગરના સિદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું.
ભાવનગર બોટાદ સંસદીય બેઠક માટે યોજાયેલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનું વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું
સાંસદ શ્રી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓમાં રહેલ વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ના માર્ગદર્શન સાથે સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
તેમણે કહ્યું હતું કે,સાસંદ મહિલા ખેલને લીધે આજે મહિલાઓએ રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સાસંદ મહિલા ખેલ આજે અવિરત ચાલી રહી છે. તેને કારણે આજે રાજ્યના નાનામાં નાના સ્થળ સુધી રમતની સુવિધાઓ ઊભી થઈ છે.
તેમણે જણાવ્યું કે, માત્ર શિક્ષણ ક્ષેત્રે જ આગળ વધવું એવો જુના ખ્યાલ બદલીને આજે સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકાય છે, કારકિર્દી બનાવી શકાય છે અને પોતાના સાથે સમાજનું નામ રોશન કરી શકાય છે તેવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે,વિકસિત ભારત દેશના નિર્માણ કરવા માટે આ રમતનું દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે
સાસંદ મહિલા ખેલ રમતો જેવી કે ખો-ખો, રસ્સા ખેંચ, વોલીબોલ, કબડ્ડી, નારગેલ,લાંબીકુદ, ગોળાફેંક, ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશી ની રમતો યોજાઇ હતી. આ બધા મહિલા રમતવીરોને પ્રમાણપત્રો, શિલ્ડ તથા પ્રથમ, દ્રીતિય, તૃતીય નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ તકે ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયરશ્રી મોનાબેન પારેખ, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી સી.પી.સરવૈયા, શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી ધર્મિષ્ઠાબેન દવે, શ્રી કોમલબેન માંગુકિયા સહિતના આગેવાનો, રમત વિભાગના અધિકારીશ્રીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.