સીએસઆર એક્ટિવિટી અંતર્ગત.સેમસંગ કંપનીના ઇન્ટર એક્ટિવ સ્માર્ટ પેનલ બોર્ડ કમ સ્માર્ટ ટીવી. બંને શાળાના વિદ્યાર્થીઓને
આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ શિક્ષણ મળે તે માટે સપ્રેમ ભેટ આપવામાં આવ્યા હતા. બંને શાળાઓમાં આ બોર્ડને વિદ્યાર્થીઓને અર્પિત કરવા માટે આજના આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા એસબીઆઇના.એરીયા જનરલ મેનેજર.એજીએમ માતા પ્રસાદ સાહેબ, મેનેજર અનંત સુથાર સાહેબ તથા વલ્લભીપુર સીબીઆઇ બ્રાન્ચના મેનેજર રતનદાસ વૈષ્ણવ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ મકવાણા સાહેબ અને કેની હેમરાજસિંહ ચૌહાણએ આ તકે ખાસ આભાર પ્રગટ કરેલ છે.
તાલુકાના બી.આર.સી. ભગવતસિંહ સોલંકીએ હાજરી આપીને શાળાને મળેલ આ ભેટનો શિક્ષણમાં યથા યોગ્ય ઉપયોગ થશે એવી બાંહેધરી આપી હતી.
તાલુકા સંઘના પ્રમુખ ધીરાભાઈ ડામોર અને મહામંત્રી ઈન્દ્રજીતસિંહ મોરીએ બેન્કનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ બંને ગામોના આગેવાનો, ગ્રામજનો, શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા સીબીઆઇ બેન્ક દ્વારા કરવામાં આવેલાં આ સરાહનીય કાર્યને ખૂબ બિરદાવવામાં આવ્યું હતું તથા શાળા પરિવાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તસ્વીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર