હાલમાં સિહોર માં પાણી ની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે ત્યારે સિહોર વોર્ડ નં. ૪ ૐ પાર્ક ના રહીશો દ્વારા પણ પાણી સહિતના વિવિધ પ્રશ્નો ને લઈ ને આજરોજ ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવેલ.
જેમાં પાણી ના અપૂરતા પ્રેશર ની સમસ્યા નું નિવારણ કરવું, પાણી માટે જે જૂનો બોર કરાવેલ તે બંધ હોય નવો બોર મંજુર કરવો, નવો બોર મંજુર થાય એ સમયગાળા દરમિયાન પાણી ના પ્રશ્ન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી, કચરા નિકાલ નિયમિત થાય એ પ્રશ્નો મુખ્ય હતા.
આ ઊપરાંત જુના બોર પાસે નગરપાલિકા નો ૫૦૦૦ લીટર નો પાણીનો ટાકો ગુમ થયેલ હોય તેની પોલીસ ફરિયાદ કરવી તથા દોષીતો સામે સખ્ત કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી હતી.
ચીફ ઓફિસર દ્વારા આ તમામ મુદ્દા સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ રજુઆત દરમિયાન ૐ પાર્ક ના સ્થાનિક રહીશો ઉપરાંત નગરસેવક અલ્પેશભાઈ ત્રિવેદી, જયરાજસિંહ મોરી તથા જયેશભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.