તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વલભીપુર તાલુકાના સાલપરા ગામે આવેલ ફકડાનાથ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં મુખ્ય દાતા જયરાજસિંહ પ્રેમજીભાઈ સોલંકી તેમજ પ્રભાતસિંહ પ્રેમજીભાઈ સોલંકી દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમના અધ્યક્ષ ભાવનગર જિલ્લા વિકાસ મંડળના પ્રમુખ નારણભાઈ મોરી ઉપસ્થિતિમાં યોજાયો હતો
જેમાં ધોરણ 1 થી 12 ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શીવાભાઈ સોલંકી કોડીનાર તેમજ અભયસિંહ ચૌહાણ ભાવનગર, વલભીપુર સમાજના પ્રમુખ ભુપતસિંહ પરમાર ,જિલ્લાના નામી અનામી આગેવાનો
તેમજ વલભીપુર તાલુકાના સમાજ બંધુઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં હરિઓમ શાળાની દીકરીઓ દ્વારા સ્વાગત રાસ અને ગરબો રજૂ કરવામાં આવ્યો હતો
જેમાં સમાજ બંધો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો પુસ્તક અને કીટો આપીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.કારડીયા રાજપૂત સમાજના વલ્લભીપુર તાલુકાના 13 જેટલા નવનિયુક્ત સરપંચો અને દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તસવીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર