પરાજયનો સ્વીકાર સાથે જયરાજસિંહે કહ્યું અમે ભલે હાર્યા પણ એમાંથી શીખ લઈને આવનારા સમયમાં ફરી વિજય માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે, પ્રજાના પ્રશ્નને, લોકોના મુદ્દે, એજ ઝનૂનથી લડીશું
સિહોર નગરપાલિકામાંની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી માં વોર્ડ નં ૪ના મતદારો એ જે મત આપી વિજયી બનાવ્યો તે માટે સૌ મતદારોનો આભાર વ્યક્ત કરતા જયરાજસિંહ મોરીએ જણાવ્યું હતું કે અમારી ભ્રષ્ટચાર વિરોધની લડાઈમાં મત રૂપી સહકાર આપનાર તમામ મતદારો ને ખાતરી આપું છું કે આપનો વિશ્વાસ તૂટવા નહીં દવ એની ખાતરી આપું છું. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો પાસેથી પડીકા સિસ્ટમ ચાલતી હોવાની વાત મળી છે,
જો એ વાત સાચી હશે તો એ સિસ્ટમ બંધ કરાવવા પુરા પ્રયત્નો કરીશ. ટુક સમયમાં જ વોર્ડ નં ૪ નું કાયમી કાર્યાલય ખોલવામાં આવશે. સાથોસાથ મીડિયા ના માધ્યમ થી તમામ કૉન્ટ્રાક્ટરો ને પણ જણાવવાનું કે જે લોકો એ પૂરું અને નિયમ અનુસાર કામ કરવું હોય એ જ સિહોર નગરપાલિકા ના કામ રાખે. અધૂરા કામે પુરા પૈસા મેળવવાની લાલચ હોય તો સિહોર નગરપાલિકા માં કામ રાખવા નહીં કારણકે જ્યાં પણ ખોટું થશે ત્યાં હું પુરી તાકાતથી વિરોધ કરીશ. ભ્રષ્ટાચાર સામેની લડાઈ પુરી નિષ્ઠા અને તાકાત થી લડવા હું પ્રતિબદ્ધ છું.
આગળ કહ્યું કે હતું કે ચૂંટણીમાં જનતાના જનાદેશનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ, અમારા કાર્યકરોની ખૂબ મહેનત અને લોકો વચ્ચે જઈને દિવસ રાતનો પરિશ્રમ અને પ્રચાર થયો, લોકોએ સારો આવકાર પણ આપ્યો, પરંતુ ધાર્યા કરતાં વિપરિત પરિણામો આવ્યાં છે.
એના માટે અમે ચિંતન કરીશું. જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ છે એમાં સુધારો કરીશું. અને મતદારોનો ફરી આત્મવિશ્વાસ અમારા પ્રત્યે જાગે. ફરી એમની સાથે રહીને એમના પ્રશ્નોની લડાઈ અમે લડતા રહીશું. લોકોના હક અને અધિકારોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે. કોંગ્રેસનો કાર્યકર હંમેશા સંઘર્ષમાંથી કંઈક શીખ્યો છે. ત્યારે આ પરાજયમાંથી પણ અમે શીખ લઈશું.
અને લોકોના પ્રશ્નોને ઉઠાવતાં રહીશું. જ્યાં પણ અન્યાયને અત્યાચાર થશે. ત્યાં કોંગ્રેસનો કાર્યકર હંમેશા પહેલી હરોળમાં ઉભો રહી અને લોકોના પ્રશ્નોને વાચા આપતો રહેશે. આ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન જે પણ કાર્યકર્તાઓએ મહેનત કરી છે. જે પણ આગેવાનોનું માર્ગદર્શન મળ્યું છે.એ તમામનો આભાર માનું છું. સૌથી મોટો આભાર વોર્ડ 4ના એ મતદારોનો માનું છું. જેમણે અનેક લોભ લાલચો, સામ,દામ,દંડની નીતિ સામે પણ મક્કમતાથી મને વિજય બનાવ્યો છે એમનો ઋણી છું..