bhavnagar

નેશનલ ગેમ્સ 2024 માં સ્વામી વિવેકાનંદ કોલેજ પાલીતાણાના 7, બહેનો ને ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી નવી સિધ્ધિ પ્રાપ્ત કરી

ધ એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ (TAFTYGAS) દ્વારા આયોજિત 7th ઓપન નેશનલ ગેમ્સ 2024 માં સ્વામી વિવેકાનંદ કોલેજના 7 બહેનો એ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી પાલીતાણા નું ગૌરવ વધાર્યું

TAFTYGAS દ્વારા આયોજિત 7th ઓપન નેશનલ ગેમ્સ 2024 નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલું હતું જેમાં 700 થી વધારે ખેલાડીઓ એ ભાગ લીધો હતો

આ ટુર્નામેન્ટ માં સ્વામી વિવેકાનંદ કોલેજ પાલીતાણાના 7 બહેનો એ પણ ભાગ લીધો હતો
કોલેજના 7 બહેનો પૈકી 2 બહેનો ને ગોલ્ડ મેડલ અને 5. બહેનો ને સિલ્વર મેડલ મેળવી પાલીતાણા અને કોલેજનું નામ રોશન કર્યું હતું

રાઠોડ છાયા બાબુભાઈ – ગોલ્ડ મેડલ (ચક્ર ફેંક)
ડુંભિલ અસીના રતનભાઈ – ગોલ્ડ મેડલ (ગોળા ફેંક)
ગોહિલ ભૂમિકા પ્રવિણભાઇ – સિલ્વર મેડલ (લાંબી કૂદ)
ગોહિલ હેતલ દિનેશભાઈ – સિલ્વર મેડલ (4 × 100 રિલે)
બારૈયા ઊર્મિલા રમેશભાઈ – સિલ્વર મેડલ (4 × 100 રિલે)
વાઘેલા તુલસી મુકેશભાઈ – સિલ્વર મેડલ (4 × 100 રિલે)
મકવાણા રુચિ અશ્વિનભાઈ – સિલ્વર મેડલ (4 × 100 રિલે)

સર્વ ખેલાડીઓને કોલેજ તથા સમગ્ર પાલીતાણા તાલુકાનું નામ રોશન કરવા બદલ કોલેજના ટ્રસ્ટી,આચાર્ય અને સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *