પાલીતાણા ટાઉન પોલીસ અને પ્રોબેશનર DYSP મનિષા દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી છે તે સામે આવી રહી છે છેલ્લા ઘણા દિવસોથી 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા યુવાનો , લાઇસન્સ તેમજ હેલ્મેટ વગર ગાડી ચલાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં જાગૃતતા લાવવા માટે પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા ખુબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે
જેમાં સ્કુલ છૂટવાના સમયે આજરોજ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ઉભા રાખીને તેમના લાઇસન્સ તેમજ તેમની ઉંમર મર્યાદા ચકાસવામાં આવી હતી જેમાં અદાજીત 15 જેવા વિદ્યાર્થીઓ પાસે લાઇસન્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરની ખામીઓ જોવા મળી હતી ત્યારે આ તમામ વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓમાં અવરનેસ આવે તે માટે ગાડીઓ સાથે વિદ્યાર્થીઓને સમજૂતી આપવા માટે પાલીતાણા ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા.
જેમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ના પ્રોબેશનર DYSP મનિષા દેસાઈ સાહેબ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મિટિંગ યોજવામાં આવી જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી કે 18 વર્ષથી ઓછી ઉંમર અને વગર લાઇસન અને હેલ્મેટ વગર ગાડી ચલાવવી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે માટે વિદ્યાર્થીઓના વાલીને સાવચેત કરવામાં આવ્યા કે આગળથી આ તમામ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓના વાલી પાસેથી કોઈપણ જાતનો દંડ વસુલાત કરવામાં આવ્યો ના હતો અને તમામ વાલીઓને પોતાના બાળકોના વાહનની ચાવીઓ સુપ્રત કરી દેવામાં આવી હતી. જે સેમિનાર બાબતે વાલીઓ દ્વારા પણ પોલીસ ની કામગીરી ના વખાણ કરવામાં આવ્યા હતા
પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ના પ્રોબેશનર DYSP, મનિષા દેસાઈએ વધારેમાં જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થી અને વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે માત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે જ બોલાવવામાં આવ્યા હતા અને પાલીતાણાના લોકોમાં જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી અમારો કાર્યક્રમ ચાલુ જ રહેશે માટે તમામ વાલી અને તમામ વિદ્યાર્થીઓ વગર લાઇસન્સ અને 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો વાહન ચલાવવામાં સાવચેત રહે તથા ટ્રાફિકના નિયમો ને અનુસરે તેવી અપીલ કરવામાં આવી હતી
રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા