દિપાવલીનાં પર્વમાં પ્રકાશોત્સવ બાદ આજથી નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. અને દર વર્ષની માફક આ વર્ષે પણ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે નૂતન વર્ષ નિમિતે ભવ્ય અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ આશરે ૧૨૦૦ કરતાં પણ વધારની સંખ્યામાં વિવિધ પ્રકારની વાનગી ધરાવવામાં આવી હતી.
ભગવાન સમક્ષ ધરાવવામાં આવેલ અન્નકૂટ ની પ્રથમ આરતી ઉતાર્યા બાદ વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ આજથી શરૂ થતાં નૂતન વર્માં સૌની આધ્યાત્મિક, સામાજિક પ્રગતિ થાય અને સૌના ધંધા રોજગાર સારા થાય અને સર્વ પ્રકારે સુખી થાય તેવાં આશિર્વાદ આપ્યા હતા.
આજનાં પ્રસંગે ભાવનગર શહેરનાં કલેક્ટર શ્રીડૉ મનીષકુમાર બંસલ સહિત અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહી દર્શન અને આરતીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સવારના ૧૧ વાગ્યાંથી સાંજના ૭ વાગ્યાં સુધી આ અન્નકૂટ દર્શનનો લાભ મળી રહેશે. સમગ્ર મંદિર પરિસર દિવ્ય આધ્યાત્મિક વાતાવરણથી હર્યું ભર્યું જોવાં મળ્યું હતું.
સંતો અને બાળકો હરિભક્તોની અથાગ સેવા ભક્તિ દ્વારા તૈયાર થયેલો અન્નકૂટનાં દર્શન કરવાં જેવાં રહ્યા હતા.ઉપરાંત અક્ષરવાડી પરિસરમાં બાલિકા અને યુવતીઓ દ્વારા સુંદર મજાની રંગોલી બનાવવામાં આવી હતી અને ફરતે સુંદર છોડ ધરાવતા કુંડા મુકવામાં આવતા સુંદરતા ઔર નીખરી ઉઠી હતી જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
















