ભાવનગર જિલ્લાના રોડ રસ્તાઓ ની અતિશય બિસ્માર હાલત થતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેસર થી પાલિતાણા તરફ જવા નો મુખ્ય માર્ગ ની હાલત ખરાબ અહીં રોડ માં ખાડા કે ખાડા માં રોડ તે કહેવું મુશ્કેલ બન્યું છે પાલિતાણા જેસર વચ્ચે 22 થી વધુ ગામો ને જોડતો આ રોડ છેલ્લા 3 વર્ષ થી બિસ્માર થતા લોકો ને હાલાકી નો સામનો કરવા નો વારો આવ્યો છે
સ્થાનિકો દ્વારા તંત્ર ને અનેકવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી રોડ નવો નહિ બનતા લોકો માં રોષ ચોકસ થી જોવા મળી રહ્યો છે સાથે આજ રોડ પર વિશ્વ વિખ્યાત કમળાઈ માતા નું મંદિર આવેલ છે અનેક શ્રધ્ધાળુઓ અહીં આવતા હોય છે આ રોડ બિસ્માર થતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે
આમ તો સડક યોજના થકી સરકાર નવા રોડ રસ્તાઓ થઈ રહિયા હોવા ના દવાઓ કરી રહી છે પરંતુ આ દાવાઓ ની વચ્ચે ભાવનગર જિલ્લા ના જેસર થી પાલિતાણા ને જોડતા રોડ ની હલાત કદાચ સરકાર ના ધ્યાન પર નથી આવી અને તેના લીધા નવો રોડ છેલ્લા ત્રણ વર્ષ થી બનાવતા ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે જેસર અને પાલિતાણા તાલુકા ના 22 થી વધુ ગામો ના લોકો ને આ રોડ નહિ બનવા ના કારણે હેરાન થવા નો વારો આવ્યો છે તત્કાલિક આ રોડ ને બનાવમાં આવે તેવી પ્રબળ માંગ લોકો દ્વારા વધી છે
ભાવનગર જિલ્લા ના જેસર ના લોકો ને જાણે કે કાળા પાણી ની સજા મળી હોય તેવું ફલિત થઈ રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષ થી જેસર અને પાલિતાણા વચ્ચે નો રોડ નહિ બનતા લોકો રોજબરોજ આ રોડ પર ચાલવા માં મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે
આ રોડ પર ચાલો એટલે પ્રથમ દ્રષ્ટિ એવું લાગે કે આ રોડ નહીં પરંતુ મઘર ની પીઠ પર ચાલતા હોય તેવો એહસાસ થાય છે અહીં રસ્તા જેવું કંઈ જ જોવા નથી મળી રહ્યું જ્યા જુવો ત્યાં ખાડાઓ અને કાંકરા જોવા મળી રહિયા છે
ગાડા કેડા જેવો રસ્તો થઈ જતા આસપાસના વિસ્તારોના લોકો ને પરાવાર મુશ્કેલીઓ નો સામનો કરવાની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે લોકો નું કહેવું છે કે આ રોડ બિસ્માર હોવા થી અહીં ઇમરજન્સી સેવા માં મહિલાઓ ને પ્રસુતિ અહીં જ થઈ જાય છે સાથે ગાડીઓ માં વેરેટેનજ પણ એટલું આવી રહ્યું છે કે તેની વાત ના પૂછો
પરંતુ સરકાર ની સડક યોજના ક્યારે અહીં અમલ થશે તે એક મોટી પ્રશ્ન થાય છે ત્યારે અહીં ના લોકો એ તો અનેકવાર રજુઆત કરી છે પરંતુ આ રજુઆત ને સ્ટેટ રોડ વિભાગ જાણે કે ઘોળી ને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ મળશે અને ક્યારે લોકો ને આ બિસ્માર રોડ થી મુક્તિ મળશે તેવા સવાલો અહીં ના લોકો કરી રહિયા છે
રિપોટર, વિજય જાદવ, પાલીતાણા