bhavnagar

નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોને સ્થાન મળતા વલ્લભીપુરમાં ઢોલ ઢબૂક્યા

શંભુનાથ ટૂંડીયા ની બાદબાકી છતાં ભાજપ કાર્યકરોમાં નારાજગી કેમ નથી?

વલ્લભીપુર તાલુકામાં લીમડા ખાતે થોડા સમય પહેલા સરપંચ સંમેલન મળ્યું હતું ત્યારે સેવાહિ સંગઠન ગ્રુપ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું
વલભીપુરના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા ભ્રષ્ટાચાર કરે છે એવા આક્ષેપો ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં અનેક ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર પૂર્વ અને પશ્ચિમના બંને ધારાસભ્યોને નવી સરકારમાં કેબિનેટ મિનિસ્ટર જેવા ખાતાઓ મળવાથી વલભીપુર શહેર એસટી ડેપો ખાતે સેવા હિ સંગઠન ગ્રુપ દ્વારા જીતુભાઈ વાઘાણી અને પરસોતમભાઈ સોલંકી સરકારમાં કેબિનેટ મંત્રી બનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વલભીપુર એપીએમસીના ચેરમેનને પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછ્યો હતો કે બોટાદમાં કદડો થઈ રહ્યો છે એ બાબતથી શું કહો છો?

ત્યારે સરકાર અને એપીએમસીના ચેરમેનો જે કોઈ નિર્ણય કર્યો હશે તે જોઈ વિચારીને જ કર્યો હશે અને આમ આદમી પાર્ટી રાજકીય રોટલા શેકી રહી છે તેવું એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું પણ કડદા બાબતથી એક પણ વખત કહ્યું નહીં કે આ કડદો થઈ રહ્યો હતો

આજે બે મંત્રીઓને નવી સરકારમાં સ્થાન મળવાથી એપીએમસીના ચેરમેન કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાઓ દ્વારા અમે હર્ષની લાગણીથી આ ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે દેખાઈ આવે છે કે શહેરના કાર્યકર્તાઓમાં નામદેવસિંહ પરમારની ગેરહાજરી અને તાલુકા ભાજપ પ્રમુખમાં દિનેશભાઈ દિયોદરની ગેરહાજરી હોય, વલભીપુર નગરપાલિકા પ્રમુખ વિજયસિંહની પણ ગેરહાજરી હોય અને વલભીપુર શહેરના તેમજ તાલુકાના તમામ હોદેદારોની પણ ગેરહાજરી હોવાથી વલભીપુર ભાજપમાં કંઈક રંધાઈ રહ્યું છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

લીમડા ખાતે સેવા સંગઠન ગ્રુપ દ્વારા સરપંચ સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં વલભીપુરના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાના ભ્રષ્ટાચાર મામલે ભાવનગર ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા આક્ષેપો કર્યા હતા ત્યારે શું આજે વલભીપુરના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાને કેબિનેટમાં સ્થાન ન મળ્યું તેના માટે આ સેવા સંગઠન ગ્રુપ ફટાકડા ફોડીને ઉજવણી કરી હશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

તસ્વીર ધર્મેન્દ્ર સિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 66

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *