સદગુરુ શ્રી બજરંગદાસબાપના ધામમાં તા.6 જાન્યુઆરી, 2026 ને મંગળવારના રોજ એક લાખથી વધુ ભાવિકો મહોત્સવમાં સામેલ થશે
હરેશ જોશી, કુંઢેલી દ્વારા
ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ. બજરંગદાદબાપાના ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના 49 માં પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે.
પ્રતિવર્ષની જેમ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી પણ વધુ ભાવિકો બાપાના ચરણોમાં આવીને શીશ નમાવી ને ધન્યતા પ્રાપ્ત કરશે.
આ મસ મોટા આયોજન માટે ની તૈયારીઓ બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે શરૂ કરવામાં આવી છે.
આ મંગળ મહોત્સવ આગામી તા. 6/1/2026 ને મંગળ વાર ના રોજ યોજાનાર છે ત્યારે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થાઓને પહોંચી વળવા અહીં નિયમિત રૂપે નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા બાપાના હજારો ભાઈઓ તેમજ બહેનો, સ્વયંસેવકો સેવા બજાવશે.
દર વર્ષે ની જેમ જિલ્લાના સરકારી વિભાગોની સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા સ્વયંસેવકો સાથે આ પ્રસંગ માટે કાર્ય સંકલન કરવામાં આવશે. જેમાં આગોતરી વ્યવસ્થા માટે બેઠક કરવામાં આવશે.
દરમિયાનમાં આજરોજ તા.28 ને રવિવારના રોજ આશરે 350 ગામોના બબ્બે પ્રતિનિધિ લેખે 700 જેટલા સ્વયંસેવકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આગોતરા આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં અલગ અલગ વિભાગોમાં સેવાકાર્ય સોંપવા માટેની કાર્યવાહી થશે.પુણ્યતિથિ મહોત્સવને રંગે ચંગે ઉજવવા માટે ગુરુઆશ્રમના સમગ્ર પરિસરને ફૂલો તેમજ હારતોરા તથા રાત્રિના જગમગાટ રોશનીથી જળાહળા કરવામાં આવશે.
અત્રે એ નોંધનીય છે કે પૂજ્ય બાપાનો દેહવિલય તારીખ 9 જાન્યુઆરી 1977 ના રોજ થયો હતો.પછીના વર્ષથી દર વર્ષે બાપાના આશ્રમમાં પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જે મુજબ આગામી પુણ્યતિથિ મહોત્સવ 49 માં પુણ્યતિથિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે.
















