પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા માટે અપીલ
જીવદયા: પક્ષીઓની જિંદગી બચાવવા વધુમાં વધુ લોકો આગળ આવે
વહેલા સવારે અને સાંજે પતંગ ન ચડાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ
ભાવનગર તા.5/1/2026
ઉત્તરાયણ નજીક આવી રહી છે.
14 જાન્યુઆરી અને તેના નજીકના દિવસોમાં આકાશ પતંગોથી ભરાય જશે. પતંગ ચડાવવો એ આપણો શોખ હોય શકે, પરંતુ અબોલ જીવને બચાવવા તે આપણી માનવીય ફરજ છે. ત્યારે આપણે 5 કે10 મિનિટની મજા માટે નિર્દોષ પક્ષીઓની જિંદગી છીંનવી ન લઈએ તે જોવું રહ્યું.
દરેક પક્ષીને પોતાના બચ્ચા અને પરિવાર હોય છે. સવારમાં વહેલા અને સાંજે પક્ષીઓ ખોરાકની શોધમાં ઉડતા હોય છે. માટે વહેલા સવારે અને સાંજે પતંગ ન ચડાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉત્તરાયણ દરમિયાન ભાવનગર શહેર જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન વન વિભાગ સાથે રહી ચાર હેલ્પલાઇન વાન ડૉકટર ટિમ સાથે તૈનાત કરશે.
પક્ષી બચાવ અભિયાનમાં વધુ ને વધુ લોકોને જોડાવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
જે ભાઈ બહેનો પક્ષી બચાવ અભિયાનમાં જોડાવા માંગતા હોય તેઓ હેલ્પલાઇન નંબર 63563 71000 પર સંપર્ક કરી નામ નોંધાવવા જણાવાયું છે.
જીવદયા માટે લોકો માં જાગૃતિ આવે તે હેતુથી વિવિધ પ્રચાર માધ્યમો મારફત પ્રેરણા ફાઉન્ડેશન પ્રચારની ઝૂંબેશ કરી રહ્યું છે.
જીવદયાથી શ્રેષ્ઠ કોઈ સેવા ન હોય શકે, કોઈ માણસ બિમાર પડે તો તેના માટે તેના સગા સંબધી, મિત્રો સૌ કોઈ ખર્ચ કરે, હોસ્પિટલ લઈ જાય, ઈલાજ કરાવે, પરંતુ આ અબોલ જીવ પશુ પક્ષીઓની વેદના કોણ સાંભળશે !? તેની સારવાર માટે કરાવે ? આ વાત ને લઈ પ્રેરણા ફાઉન્ડેશન આગળ આવ્યું છે.
પ્રેરણા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગરન જિલ્લામાં અગિયાળી ગામ ખાતે જીવદયા હોસ્પિટલ ચલાવે છે. જેમાં તમામ પશુ પક્ષીઓની તદ્દન વિનામૂલ્યે સારવાર ઓપરેશન દવા કરવામાં આવે છે. જીવદયા હોસ્પિટલની સેવાથી અત્યાર સુધીમાં હજારો અબોલ જીવને નવી જિંદગી મળી છે.
ઘાયલ પક્ષીની સારવાર માટે વન વિભાગ અથવા પ્રેરણા ફાઉન્ડેશનના સ્વયંસેવકોનો સપર્ક કરો
તાત્કાલિક સારવાર: ઘાયલ પક્ષીને પાણી કે ખોરાક આપવાને બદલે તરત જ બચાવ કેન્દ્ર પર પહોંચાડવું.
હેલ્પલાઇન 63563 71000 પર ઘાયલ પક્ષી માટે સંપર્ક કરો
ઘાયલ પક્ષીઓની આંખ કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા ખોખામાં રાખી જલ્દી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા
ઘરના ધાબા કે વૃક્ષોમાં ફસાયેલ દોરી તાત્કાલિક નિકાલ કરવા પણ અપીલ કરાઇ છે. તે પક્ષીઓ માટે જીવલેણ બની શકે.
















