શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ મેળવી Ph.D ની પદવી.
પાલિતાણા, ભાવનગર
સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી એ આજરોજ મેળવી Ph.Dની પદવી.
આ અનોખી સિદ્ધિ મેળવવા સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ‘ થીસીસ ઓફ સ્ટડી ઓન એડપ્શન ઓફ ડિજિટલ પેમેન્ટ મોડ બાય વીમેન ઓફ સૌરાષ્ટ્ર’ વિષય પર સતત ૩ વર્ષ સુધી રિસર્ચ કર્યું. જેના માટે તેમણે સૌરાષ્ટ્રના વિવિધ ગામની મુલાકાત લીધી અને ત્યાંની મહિલાઓ સાથે વાર્તાલાપ કરી ડિજિટલ પેમેન્ટ વિશે તેમનો અભિગમ જાણ્યો.
આ રિસર્ચ થકી ગામડાની મહિલાઓને ડિજિટલ પેમેન્ટ વિશે શું અડચણો આવે છે, વિવિધ આત્મનિર્ભર મહિલાઓ જે વિવિધ રીતે કોઈ રોજગાર અથવા ધંધા સાથે જોડાયેલ છે તેઓ કઈ રીતે આ પેમેન્ટ વયવસ્થા સાથે સંકળાયેલ છે અને ઉપયોગ કરે છે, જેવા વિવિધ વિષયો પર રિસર્ચ કર્યું હતું.
આ વિષય પસંદ કરી શ્રીમતી ધર્મિષ્ઠાબેનના નવતર અભિગમ અને ગ્રામીણ મહિલાઓના વિકાસ અને આત્મનિર્ભરતા આગળ વધે તે ક્ષેત્રમાં રિસર્ચ કરવા બદલ અભિનંદન.