અમિત પટેલ.અંબાજી
બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર.મોરથલીયા સાહેબ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ તથા એ.એસ.પી શ્રી સુશીલ અગ્રવાલ પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને પાડોશી રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ધુસાડવામાં આવતો હોય જેથી શ્રી જે.બી.આચાર્ય પો.ઈંન્સ. અંબાજી પોલીસ સ્ટેશન નાઓના સુપરવીઝન હેઠળ આ.હેડ.કો દીનેશભાઈ રૂપાભાઈ તથા અ.પો.કો જયેશકુમાર ગણપતલાલ તથા અ.પો.કો પ્રકાશકુમાર હરગોવીંદભાઈ તથા અ.પો.કો મુકેશકુમાર ગલબાભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો પ્રકાશકુમાર હરગોવીંદભાઈ નાઓને કોટેશ્વર ચેકપોસ્ટના ફરજ ઉપરના કર્મચારી આ.હેડ.કો લાધુભાઈ રાયચંદભાઈ નાઓએ જાણ કરેલ કે એક હ્યુડાઈ કંપની સફેદ કલરની વર્ના ગાડી જેનો નંબર-GJ-03-CA-3577 ની ચેકપોસ્ટ ઉપર ગાડી ઉભી રાખેલ નથી અને ગાડી શંકાસ્પદ જણાય છે તેવી વાત કરતા પોલીસ સ્ટાફના માણસો સાથે કોટેશ્વર નાળા ઉપર આવતા કોટેશ્વર ગામ તરફથી એક હ્યુડાઈ કંપનીની સફેદ કલરની વર્ના ગાડી જેનો નંબર-GJ-03-CA-3577 ની આવેલ જેને જે તે સ્થીતીમાં ઉભી રખાવી અંદર જોતા ગાડીમાં ભારતીય બનાવટના વીદેશી દારૂની પેટીઓ નંગ-૧૦ તથા કાચની તથા બીયર ટીનની છુટી બોટલ નંગ-૧૧૧ એમ કૂલ બોટલ નંગ-૫૧૯ કીંમત રૂપીયા ૭૨,૨૬૦/- તથા ત્રણ મોબાઈલ કીમત રૂપીયા ૧૧,૦૦૦/- તથા ગાડીની કીંમત રૂપીયા ૨,૦૦,૦૦૦/ એમ કૂલ મળી ૨,૮૩,૨૬૦/-ના દારૂ સાથે આરોપી નં. ( ૧) દીનેશભાઈ કરસનભાઈ વીહાતર (ઠાકોર) રહે ખારી પ્રાથમીક શાળાની બાજુમાં તા અમીરગઢ જી બનાસકાંઠા તથા આરોપી નં. (૨) કીસ્મતસીંહ લીલવરસીંહ ડાભી રહે ડાભેલા બસ સ્ટેશનની બાજુમાં તા.અમીરગઢ જી બનાસકાંઠા તથા આરોપી નં. (૩) સતીષજી અમરાજી ઠાકોર રહે ચાણસ્મા ટેબાવાસ ટાવર ચોકની બાજુમાં તા.ચાણસ્મા જી.પાટણ હાલ રહે.ડાભેલા બસસ્ટેશનની બાજુમાં તા.અમીરગઢ જી બનાસકાંઠાવાળાઓ પકડાઈ જઈ તથા આરોપી નં. (૪) મેરૂસીંગ ડાભી જેના બાપનુ નામ આવડતુ નથી રહે.આવલ તા અમીરગઢ જી બનાસકાંઠાવાળો હાજર ન મળી આવી ગુનો કરેલ હોઈ જેથી ઉપરોક્ત પકડાયેલ આરોપી નં. ૧, ૨, ૩ નાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.