શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે .31 માર્ચ ના રોજ કોરોનાની ગાઈડ લાઈન પૂર્ણ થતા ગુજરાતમા વિવિધ કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે, ત્યારે 2 એપ્રિલથી સમગ્ર દેશમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે 2 એપ્રિલના રોજ સિંધી સમાજ નો ચેટીચાંદ પર્વની પણ શરુઆત થઈ હતી.અંબાજી ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે શનીવારે અંબાજી ખાતે સિંધી સમાજના લોકો દ્વારા ચેટી ચાંદની ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને અંબાજીના માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી.
અંબાજીના ભાટવાસ મા સિંધી સમાજની ગુરુદ્વારા આવેલી છે આજે ગુરુદ્વારા થી સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ ની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી આ શોભાયાત્રા અંબાજીના બજારોમાથી નીકળીને દાંતા રોડ ઉપર આવેલ સિંધી ધર્મશાળા ના જુલેલાલ મંદિર ઉપર જઈ પૂર્ણ થઈ હતી. શનીવારે અંબાજીના તમામ સિંધી સમાજના લોકોએ પોતાની દુકાન બંધ રાખી હતી. સિંધી સમાજ દ્વારા ભજન કીર્તન અને ભોજન સમારંભ નો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો. અંબાજી ખાતે અંદાજે
90 જેટલા સિંધી સમાજના ઘર આવેલા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી