bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડયો

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલે  નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૩/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપી પકડવા માટે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી વિક્રમભાઇ બાબુભાઇ રહેભોળાદ તા.શિહોર જી.ભાવનગરવાળો ઘાંઘળી ચોકડી ખાતે ભુખરા કલરનુ જીન્સનુ પેન્ટ તથા ભુખરા કલરનો ડબલ ખીસ્સાવાળો શર્ટ પહેરીને ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

નાસતાં-ફરતાં પકડાયેલ આરોપી વિક્રમભાઇ બાબુભાઇ મકવાણા ઉ.વ-૨૯ ધંધો-ડ્રાયવીંગ રહે.ભોળાદ તા.શિહોર જી.ભાવનગર

કરેલ ગુન્હાની વિગત ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૪૦૬૪૬/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબ

અ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 105

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *