હાલના ગુજરાત મા તમામ વિસ્તારોમાં નજર કરીએ તો નવા નવા ફોરલેન માર્ગો બની ગયા છે અને આ કારણે મુસાફરી કરવી ખૂબ સરળ બની જાય છે ત્યારે અમુક અઘિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાકટર ની મિલીભગત થી આવા રોડ મા ભારે ધૂપલ્લબાજી જૉવા મળી રહી છે, વાત કરવામાં આવે તો અંબાજી થી છાપરી બોર્ડર સુધી ચાલી રહેલા નવીન ડામર રોડ મા ભારે ધુપ્પલબાજી કરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
અંબાજીના જાગૃત અને આરટીઆઈ એકટીવિસ્ટ અમીત પટેલ દ્વારા આ બાબતની મુદ્દા સર ની લેખીત રજુઆત બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર ને કરવામાં આવી છે અને તેમાં જણાવેલા મુદ્દાઓની સ્થળ નિરીક્ષણ અને ટેન્ડરની શરતો નુ પાલન કરવામાં આવ્યું છે કે નહિ તે બાબતે યોગ્ય ઉકેલ લાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે, હાલ માં વિવિધ અખબારો મા આ છાપરી બોર્ડર સુધી ના માર્ગ પર શરતો કરતા અલગ રીતે કામગીરી કરી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. કોન્ટ્રાકટર અને ભ્રષ્ટ અધિકારીઓ મા ફફડાટ ફેલાયો