હાલમાં સમગ્ર રાજ્યમાં નકલી ડોકટરો નો ત્રાસ વધવા પામ્યો છે ત્યારે ગુજરાત ના શકિતપીઠ અંબાજી નજીક આવેલા કોટેશ્વર ગામ થી અંબાજી પોલીસે નકલી બોગસ ડોકટર પકડી પાડ્યો છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંબાજી પી આઇ જે બી આચાર્ય ને ખાનગી રાહે માહીતી મળી હતી કે કોટેશ્વર ગામના બસ સ્ટેન્ડ ની સામે નામ વગરની દુકાનમાં તપાસ કરતા એલોપેથીક દવાઓ નો સ્ટોક મળી આવ્યો હતો અને જે અંબાજી આઠ નંબર વિસ્તારમાં મંગલમ ડેરીથી આગળ રહે છે જેનું નામ મુકેશ મણીમોહન મજુમદાર હોવાની માહિતિ મળી હતી, જેનું મૂળ વતન મોદપુરા, વેસ્ટ બંગાલ હોવાની માહિતિ મળી હતી. જેની પાસેથી અંબાજી પોલીસે અંદાજે 3 હજારની એલોપેથીક દવાઓ અને 700 રૂપિયાનો સ્ટેથોસ્કોપ જપ્ત કરી અંદાજે 3651 સાથે પકડાઇ ગયેલ છે જેની સામે ઈપિકો 419અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ1963ની કલમ 30 મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી કરવામા આવી છે.
આ ઓપરેશન પાર પાડવામાં અંબાજીના બાહોશ પીઆઇ જે બી આચાર્ય, હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર ઉમાજી, જયેશ કુમાર અને પ્રકાશ કુમાર કોન્સ્ટેબલ એ આ આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પોતે ડિગ્રી ધરાવતા ન હોવા છતાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.