Crime

ચાણસ્મા તાલુકાના કેશણી ગામમાં નિવૃત્ત શિક્ષકના બંધ ઘરે તસ્કરો ત્રાટક્યા.

એબીએનએસ, ચાણસ્મા: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કેશણી ગામે નિવૃત્ત શિક્ષકના બંધ રહેલ ઘરમાં હાલ તહેવારોના દિવસોમાં ઘરના અંદર રહેલ તિજોરી તોડી અંદરથી ચાંદી સોનાના કીમતી ઘરેણાની ચોરી કરી ગયા. કેશણી ગામના નિવૃત શિક્ષક તુલસીભાઈ ગોવાભાઇ પટેલ તા: 20/10/2024 ના રોજ ઘર બંધ કરી બહાર ગામ મહેસાણા ખાતે ગયા હતા.

મહેસાણાથી પરત આવીને જોતા ઘરનો દરવાજો તૂટેલો અને બંધ લોક કરાવેલું દરવાજા ઉપર જોયું હતું. તુલસીભાઈ અંદરથી ઘર જોતા પોતાની તિજોરી તૂટેલી અને ઘરનો સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. ચોરોએ તિજોરીમાં મુકેલા રૂ.30,000 રોકડા, સોનાંના દાગીના અને ચાંદીના સિક્કા કિંમત રૂ.1,82,000 ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
જે અંગે તેઓએ ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *